Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રાણપુર ખાતે અકસ્માતમાં વૃદ્ધ દંપત્તિની કમકમાટીભર્યું મોત

રાણપુર-પાળીયાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત : બોટાદમાં વહેલી સવારે ઘટી દુઃખદ ઘટના : જસદણથી પગપાળા નીકળેલ વૃદ્ધ દંપતીને પાળીયાદ પાસે કાળ નડ્યો

બોટાદ, તા. ૨૯ : કહેવાય છે કે કાળ ક્યારે ક્યા કોને પોકરાશે તે કઈ નક્કી નહોતું. આવી એક ઘટના બોટાદ જિલ્લાના હાઇવે પર આજે વહેલી સવારે બની છે. ઘટનામાં એક ગમખ્વાર અકસ્માતમાં વૃદ્ધ દંપતીનું કમકમાટી ભર્યુ મોત થયું છે. દંપતી પગપાળા દર્શને જઈ રહ્યા હતા અને કાળનો કોળિયો બની ગયા.

બનાવની વિગત એવી છે કે બોટાદ જિલ્લાના રાણપુર થી પાળીયાદ જવાના હાઇવે ઉપર જસદણથી લીંબડી લારી લઈને  પગપાળા દર્શન માટે વુરદ્ધ દંપતી વહેલી સવારના જઈ રહ્યા હતા. ત્યારે વ્હેલી સવારના કોઈ અજાણ્યા વાહન ચાલકે દંપતી ને હડફેટે લેતા બને વૃદ્ધ દંપતીના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

રાણપુર-પાળીયાદ હાઈવે ઉપર ગીરનારી આશ્રમ પાસે સમગ્ર ઘટના બનવા પામી હતી.જ્યારે ઘટનાની જાણ રાણપુર પોલીસ ને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે મૃતક દંપતી ને રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.માટે ખસેડવામાં આવેલ છે.જ્યારે મૃતક દંપતીના પરિવાર ને બોલાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન શ્રદ્ધાથી ભાવપૂર્ક દર્શને જઈ રહેલા દંપતીએ સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય કે તેમની અંતિમ પગપાળા બનશે.

વિશ્વભરમાં વસતા શ્રદ્ધાળુઓ સોશિયલ મીડિયાના માધ્યમથી માં અંબાના અને એકાવન શક્તિપીઠોના પણ દર્શન કરી અભિભૂત થઈ રહ્યા છે. પાંચ દિવસમાં કુલ ૨૭.૩૦ લાખ ભક્તોએ ઘર બેઠા માતાજીના દર્શન કર્યા હતા.

(7:54 pm IST)