Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

અમરેલીના વડીયાનો સુરવો ડેમ ઓવરફ્લો : ડેમના 3 દરવાજા 3-3 ફૂટ ખોલાયા

ડેમમાંથી પાણી છોડાતા વડિયા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

અમરેલીના વડિયા તેમજ ઉપરવાસમાં રાત્રે વરસાદને પગલે સુરવો ડેમમાં પાણીની આવક વધી છે. જેથી વડિયાના સુરવો ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 3 દરવાજાઓ 3-3 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી 5700 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી પાણી છોડાતા વડિયા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

(12:03 pm IST)