Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મોરબી વીજ ફોલ્ટ દુર કરવા ગયેલ પીજીવીસીએલની કાર કોઝવે માં ફસાઈ

ધટનાની જાણ ગામના યુવાનોને થતા દોડી આવ્યા હતા અને કારને ટ્રેકટરની મદદથી ખેંચીને બહાર કાઢી

મોરબી શહેર અને જીલ્લામાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો જો કે રાત્રીના વરસાદે વિરામ લીધો હતો તો મોરબીના પાનેલી ગામે વરસાદને પગલે વીજ ફોલ્ટ ઉભો થયો હતો.જે ફોલ્ટ રીપેર કરવા જઈ રહેલી પીજીવીસીએલની કાર કોઝવેમાં ફસાઈ ગઈ હતી અને બાદમાં ગામના યુવાનોની મદદથી કાર બહાર કાઢવામાં આવી હતી.

મોરબીના શહેર અને જીલ્લામાં ગઈકાલે બપોરના સુમારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેથી અનેક મુશેકલી સર્જાઈ હતી જેમાં મોરબીના પાનેલી ગામે વીજ રાત્રીના વીજ ફોલ્ટ થયો હોય જેની જાણ પીજીવીસીએલને કરવામાં આવતા પીજીવીસીએલની ટીમ વીજ ફોલ્ટની કામગીરી માટે પાનેલી ગામ દોડી ગઈ હતી પણ પાનેલી ગામ નજીક ખારાવાળી ખોડિયાર માતાજીની જગ્યા પાસે આવેલા કોઝવેમાં પીજીવીસીએલની કાર કાદવના કારણે ખૂંચી ગઈ હતી. અંદાજે 30 મિનિટ જેટલો સમય કાર ફસાયેલી રહી હતી.તો ધટનાની જાણ ગામના યુવાનોને થતા તેઓ દોડી આવ્યા હતા અને કારને ટ્રેકટરની મદદથી ખેંચીને બહાર કાઢી હતી.

(12:08 pm IST)