Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ભાણવડના રાણપુરમાં સાળાઓએ બનેવીની હત્‍યા કરી

પૈસાની લેતી દેતીમાં મનદુઃખ કુહાડીથી હુમલો

ભાણવડના રાણપુર ગામે ગઇકાલે સાંજે એક અનુ.જાતીના યુવાનને તેના જ સાળાઓએ પૈસાની લેતી દેતી બાબતે કુહાડીના ઘા ઝીંકીને પતાવી દેતા ચકચાર જાગી છે.

રાણપુરમાં રહેતા પોલાભાઇ રાજાભાઇ સાદીયાને તેના સાળાઓ સાથે ગોવિંદ નથુ ખરા તથા અરવિંદ નથુ ખરા સાથે બોલાચાલી થઇ હતી. પૈસાની લેતી દેતીમાં આ બોલાચાલીમાં ગોવિંદ તથા અરવિંદને માઠુ લાગતા તેમણે કુહાડીથી બનેવી પોલાભાઇ પર હુમલો કરતા તેનું મૃત્‍યુ થતા બનાવ હત્‍યામાં પલટાયો હતો.

બનાવ અંગે મોડી રાત્રે મૃતક પોલાભાઇના પત્‍ની સોમીબેન પોલાભાઇ સાદીયાએ ભાણવડ પોલીસમાં ગોવિંદ તથા અરવિંદ પર ફરીયાદ કરી હતી.

બનાવની જાણ થતા જીલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે તથા ડીવાયએસપી હિરેન્‍દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાણવડ પો.સ.ઇ પી.ડી.વાંદા તથા તેમની ટીમે તુરત જ પગલા લઇને તપાસ હાથ ધરી હતી તથા બન્ને આરોપીની અટકાયત પણ કરી હતી તથા લાશને પીએમમાં મોકલીને આગળ તપાસ હાથ ધરી હતી.

(11:36 am IST)