Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કેશોદ ૧૮૧ અભયમ્‌ મહિલા હેલ્‍પલાઈન તથા કેશોદ પોલીસ સ્‍ટેશન બેઈઝડ્‍ સપોર્ટ સેન્‍ટરના સંકલનથી ઘરેલું હિંસાથી પીડિત મહિલાનુ સુખદ સમાધાન

  (કિશોર દેવાણી, વિનુજોષી દ્વારા) કેશોદ, જૂનાગઢ, તા.૨૯ો : કેશોદ તાલુકાના એક ગામમાં પંદરેક વર્ષથી સાસરે આવેલ મહિલા પર છેલ્લા દશેક વર્ષથી સાસુ અને પતિ દ્રારા શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હોય તેથી મહિલાએ આજ રોજ ૧૮૧ મહિલા હેલ્‍પલાઈન મા ફોન કરી મદદ માગેલી જેના પગલે કેશોદ ૧૮૧ ટીમ ના કાઉન્‍સેલર ડાયબેન માવદીયા તુરંત ઘટના સ્‍થળે દોડી ગયા હતા ને સ્‍થળ પર પહોંચી મહિલાનુ કાઉન્‍સેલીંગ કરતા મહિલા એ જણાવ્‍યું હતું કે એમના પતિ અને સાસુ શારીરિક અને માનસિક ત્રાસ આપી મહિલાના પિયર જવા મજબુર કરતા તેથી મહિલાએ કંટાળીને ૧૮૧ ટીમની મદદ લેવી જરૂરી બની તેથી પતિ અને સાસુનુ કાઉન્‍સેલીંગ કરી સમજાવ્‍યા પરંતુ મહિલા ના પતિ સમજવા તૈયાર ના હોય ને મહિલા ને રાખવા માંગતા ન હોય તેથી મહિલાને કેશોદ પોલીસ સ્‍ટેશન બેઈડઝ્‌ સપોર્ટ સેન્‍ટર ખાતે અરજી કરાવી તાત્‍કાલિક ધોરણે મહિલાના પતિ ને બોલાવી તેમના ત્રણ બાળકોના ભવિષ્‍ય અંગે સમજણ આપી હતી ત્‍યારે મહિલાના પતિને મગજમાં વાત બેસી હતીને પોતાના ભૂલ સ્‍વીકારી હતી અને મહિલાને રાજીખુશીથી સમાધાન કરી સાથે નવ જીવનની શરૂઆત કરી હતી

આમ ૧૮૧ અને કેશોદ પોલીસ સ્‍ટેશન બેઈઝડ્‍ સપોર્ટ સેન્‍ટરના સંકલનથી મહિલા અને પતિનુ સુખદ સમાધાન કરાવ્‍યુ હતુ.

(1:44 pm IST)