Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ગુજરાત પોલીસને ગ્રેડ પેના સમર્થનમાં તથા શહીદોના પરિવારને આર્થિક વળતર આપવા માંગ.

મોરબી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા કલેકટરને રજૂઆત

મોરબી : ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ પે તથા અન્ય સુવિધાઓનો લાભ આપવા તથા ગુજરાતના શહિદ થઈ ગયેલા સૈનિકોના પરિવારને આર્થિક સહાય અને યોગ્ય વળતર આપવા બાબતે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના મોરબી જિલ્લા પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

જેમાં જણાવાયું છે કે આગામી સમયગાળામાં ગુજરાતનાં વિવિધ કર્મચારી યુનિયનની રજુઆતને ધ્યાને લઈ આપના દ્વારા જે તે કર્મચારીઓના ગ્રેડ પે અને ભથ્થામાં સુધારો કરવામાં આવેલ છે. રાજ્યના કર્મચારીઓને મળવા પાત્ર લાભ અંગે બંધારણીયા સમાનતા જળવાઇ રહે તે જોવાની જવાબદારી સરકારની છે. ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓનાં જાહેર હિતમાં આ આવેદન પત્ર દ્વારા રજૂઆત કરવા ફરજ પડેલ છે. જેમાં ગુજરાત પોલીસના કર્મચારીઓને ગ્રેડ પે સહિતની સુવિધાઓ આપવામાં આવે તેવી માંગણી છે.
આ સાથે બીજી માંગણી એ છે કે ગુજરાતના સૈનિકો જેને દેશ માટે પોતાના જાનની કુરબાની આપી છે. તેના પરિવારને નાણાંની સહાય અને તેમના કુટુંબમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી મળી રહે. વર્તમાન સમયમાં આમ પ્રજાને કદાચ થોડું ઓછું મળશે તો ચાલશે પણ શહીદોને જો આટલી સરકાર તરફથી સહાય કરીને તેને સન્માન મળે તેવી રજૂઆત કરવામાં આવી છે.

(10:36 pm IST)