Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

માળીયામાં અનેક રેશનકાર્ડ બંધ થઈ જતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં

મહિલા શક્તિ સંગઠને મામલતદારને રજુઆત કરી રેશનકાર્ડ તાત્કાલિક ચાલુ કરવાની માંગ કરી

મોરબી : માળીયા (મી) તાલુકામાં ગરીબ લોકો રેશનિંગનો પુરવઠો મેળવવા માટે નિયમિત રીતે રેશનકાર્ડનો ઉપયોગ કરતા હોય અને અંગુઠો પણ મારતા હોવા છતાં હમણાંથી કેટલાક રેશનકાર્ડ બંધ થઈ ગયા છે. આથી રેશનિંગ પુરવઠો ન મળતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આથી મહિલા શક્તિ સંગઠને મામલતદારને રજુઆત કરી રેશનકાર્ડ તાત્કાલિક ચાલુ કરવાની માંગ કરી છે.

માળિયા (મી) તાલુકામાં મહિલા શક્તિ સંગઠન અન્ન સુરક્ષા અને સામજિક સુરક્ષા તેમજ મહિલાઓ પર થતી હીંસા તથા સજીવ ખેતી, મહિલા સશક્તિકરણના મુદ્દે કાર્ય કરે છે અને લોક અધિકાર કેન્દ્ર માળિયા માલતદારની ઓફીસ પર કાર્યરત છે.ત્યારે માળિયા મહિલા શક્તિ સંગઠન દ્વારા ગામોમાં અન્ન સુરક્ષા ઝુંબેશ કરવામાં આવી હતી જેમાં લોકોના મોટાભાગના પ્રશ્નો આવ્યા હતા કે, દર મહીને રેશનકાર્ડમાં અંગુઠો લગાવે છે. છતાં રેશનકાર્ડ બંધ થય ગયા છે.જેમાના મોટાભાગના ગરીબ પરિવારો છે. લોક અધિકાર કેન્દ્ર પર આવા ૨૦ કેસ આવેલ હતા.જે ગરીબ વંચિત પરિવારોના હતા. તેઓના ચાલુ રાશનકાર્ડ બંધ થય ગયેલ છે. હવે આ બંધ થયેલ રાશનકાર્ડ ધારકને બે મહિનાનું અનાજ મળતું નથી. જ્યાં રેશનકાર્ડ સુધી ચાલુ ન થાય ત્યા સુધી અને મફતવાળું અનાજ પણ આપવામાં આવતું નથી.તેથી આ ગરીબ પરિવારોના રેશનકાર્ડ ફરીથી શરૂ કરી સસ્તા અનાજનો લાભ આપવાની માંગ કરી છે.

(10:42 pm IST)