Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ગ્રેડ પે મામલે કમિટીની રચનાના નિર્ણયને આવકાર : દેવભૂમિ દ્વારકા પોલીસ ડીવાયએસપી મંદિર સુરક્ષા ઓફિસે આવીને પૂજારી પુરોહિતના હાથે મીઠાઈ વહેંચી-ફટાકડા ફોડીને ખુશી વ્યકત કરી

( દીપેશ સામાણી દ્વારા ) દ્વારકા : છેલ્લા કેટલાક સમયથી પોલીસ ખાતાના પોલીસ જવાનોના પગાર અને ગ્રેડ ઓછા હોય તે બાબત નું આંદોલન ચાલી રહ્યું હતું જે આંદોલનના પગલે ગાંધીનગર સચિવાલય સામે તેમજ કેટલાક શહેરોમાં કેટલાક જિલ્લાઓમાં પોલીસ પરિવારના સભ્યો પણ જોડાયા હતા. જે આંદોલનના મૂળમાં પગાર વધારો ઉપરાંત અને કેટલીક બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આંદોલનના પગલે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ બાબતની નોંધ લેવામાં આવેલ છે અને શ્રી બ્રિજેશ ઝા આઇપીએસ અને એડિશનલ ડીજીપી સહિત પાંચ સભ્યોની કમિટી ની રચના કરી છે જે કમિટી ટુંક સમયમાં અહેવાલ પાઠવશે એવી જાહેરાત કરેલ છે. જે સરકારના નિર્ણયને આવકારતા દેવભૂમિ દ્વારકા પોલીસે DySP મંદિર સુરક્ષાની ઓફિસ આવીને દ્વારકા ના પૂજારી પુરોહિતોના હાથે એક બીજા ને મીઠાઈ વહેંચીને તેમજ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી અને આગળ કમિટી ના નિર્ણયો અને સરકાર શ્રીના પગલાં સકારાત્મક રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

(10:48 pm IST)