Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

પોલીસના ગ્રેડ પે વધારવાના મુદ્દે કચ્છમાં ઠેર ઠેર સમર્થન આપતા દેખાવો કરાયા

ભુજના 36 ક્વાર્ટર પોલીસ વસાહત પાસે ચાર રસ્તા પર પોલીસના પરિવારજનો દ્વારા રસ્તા રોકી દેખાવ કર્યા : માનકુવા અને નીરોણામાં પણ આંદોલનને સમર્થન આપવા દેખાવ કરાયા

કચ્છઃ ગુજરાત પોલીસના કર્મચારીઓના ગ્રેડ પે વધારવા બાબતે ગાંધીનગરમાં છેલ્લા થોડા દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે. આ વચ્ચે કચ્છમાં પણ બુધવારે ઠેરઠેર પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનો દ્વારા દ્વારકા આંદોલનને સમર્થન આપવા દેખાવ કરાયા હતા. ભુજના 36 ક્વાર્ટર પોલીસ વસાહત પાસે ચાર રસ્તા પર પોલીસના પરિવારજનો દ્વારા રસ્તા રોકી દેખાવ કર્યા હતા તેમજ શહેરના એ ડિવિઝન પોલીસ મથક બહાર પોલીસકર્મીઓએ હાથમાં બેનર સાથે સમર્થન દાખવ્યું હતું. આ ઉપરાંત માનકુવા અને નીરોણામાં પણ આંદોલનને સમર્થન આપવા દેખાવ કરાયા હતા

(9:34 am IST)