Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

સરહદ ઓળખો કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાંથી 50 જેટલા યુવાનો કચ્છ સરહદનો પ્રવાસ કરશે

કચ્છના વિવિધ સ્થળો સહિત બનાસકાંઠાના સરહદીય નડાબેટ વિસ્તારની મુલાકાત લઇ કાર્યક્રમ પુર્ણ થશે.

કચ્છઃ છેલ્લા 40 દાયકાથી યોજાતા આપણી સરહદ ઓળખો કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાંથી 18 થી 35 વર્ષના યુવાનો કચ્છ તેમજ કચ્છની લગતી આંતરરાષ્ટ્રીય સરહદનો પ્રવાસ કરે છે. 22 ઓક્ટોબર થી શરૂ થયેલા આ પ્રવાસમાં કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી ફક્ત 50 યુવાનોને ભાગ લેવા મળ્યો છે. કચ્છના વિવિધ સ્થળો સહિત બનાસકાંઠાના સરહદીય નડાબેટ વિસ્તારની મુલાકાત લઇ આ કાર્યક્રમ પુર્ણ થશે.

(12:24 am IST)