Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

વંથલી તાલુકાના વસપડા ગામે પરપ્રાંતીય મજુર ના બાળકને દિપડાએ ફાડી ખાતા મોત:

પરપ્રાંતીય પરીવારના સભ્યો ગોડાઉનમાં સુતા હતા ત્યારે 5 વર્ષના યોગેશ નામના બાળક પર દીપડાએ હુમલો કર્યો : નવિભાગ ના કર્મચારીઓએ શોધખોળ કરતા બાજુની સીમમાં બાળકની લાશ મળી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વસપડા ગામે દિપકભાઈ ની વાડીએ લીમખેડા તાલુકાના પાતા ગામના આશરે પરપ્રાંતીય 10 પરપ્રાંતીય લોકો મજૂરી માટે રોકાયેલ છે ત્યારે ગઈ રાત્રીના 10 કલાકની આસપાસ આ પરીવારના સભ્યો ગોડાઉનમાં સુતા હતા ત્યારે 5 વર્ષના યોગેશ નામના  બાળક પર દીપડાએ હુમલો કરતા ઘરના બીજા સભ્યોએ બુમાબુમ કરતા દીપડો બાળકને ઉઠાવી ગયો હતો આ બનાવથી હેબતાઈ ગયેલ પરિવારે ગામના સરપંચ ને જાણ કરતા તેઓ તથા ગામલોકોએ તેમજ વનવિભાગ ના કર્મચારીઓએ શોધખોળ કરતા બાજુની સીમમાં બાળકની લાશ જોવા મળી હતી આ ઘટનાની જાણ થતા વંથલી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી વંથલી સી. એચ. સી. ખાતે પોસ્ટમાર્ટમ માટે તજવીજ હાથ ધરી હતી. વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સીમ વિસ્તાર માં વન્ય પ્રાણીઓના હુમલાના બનાવ અવારનવાર બનતા હોય આ અંગે વનવિભાગ દ્વારા યોગ્ય કરવા આ વિસ્તારોના લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે

(8:30 pm IST)