Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

જસદણ - વિંછીયા તાલુકાની જનતાને સ્થાનિક વેપારીઓ પાસેથી દિવાળીની ખરીદી કરવા અનુરોધ

વડાપ્રધાન મોદીના વોકલ ફોર લોકલ સૂત્રને સાર્થક કરવાનું જણાવતા અલ્લાઉદ્દીન ફોગ અને યોગેશ સાવલીયા

(ધર્મેશ કલ્યાણી - નરેશ ચોહલીયા દ્વારા) જસદણ તા. ૨૯ : દિવાળીના તહેવાર પર લોકો ઉત્સાહ પૂર્વક ખરીદી કરતા હોય છે.ત્યારેઙ્ગ દેશના યશસ્વી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'વોકલ ફોર લોકલ'ના સૂત્રને સાર્થક કરવા માટે રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીનભાઈ ગફારભાઈ ફોગ તેમજ જસદણ તાલુકા યુવા ભાજપના યોગેશભાઈ સાવલીયા દ્વારા અપીલ કરતા જણાવ્યું હતું કે આજે છેલ્લા બે વર્ષ થી આપણે કોરોના મહામારી સામે લડી રહ્યા હતા અને જયારે બે વર્ષ બાદ પ્રથમ વખત તહેવારોની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે જસદણ-વીંછીયા તાલુકાની જનતાને અપીલ કર્યે છીએ કે આપણા ઘર માટે તથા પોતાના માટેની વસ્તુઓની ખરીદી ઓનલાઈન કે બહારથી નહીં પરંતુ સ્થાનિકઙ્ગ જસદણ-વીંછીયા શહેરો અથવા પોતાના ગામોમાંથી કરીયે જેથી કરી આપણાં વેપારી ભાઈઓ પણ આપણી સાથે દિવાળી મનાવે અને તેઓ પણ વેપાર કરી શકે અને આપણાં પ્રધાન મંત્રીનું 'વોકલ ફોર લોકલ' સૂત્રને સાર્થક કરતા આપણાં શહેર તથા ગામમાંથી ખરીદી કરી આપણે આપણા તાલુકાને આત્મ નિર્ભર જસદણ અને વીંછીયા તરફના પ્રથમ ડગલાંમાં સહભાગી થઈએ. સ્થાનિક વેપારી પાસેથી ખરીદી કરીએ એ જ સાચી દિવાળીની ઉજવણી ગણાશે તેવું ભારતીય જનતા પાર્ટીના બંને આગેવાનોએ એક નિવેદનમાં જણાવેલ હતું.

(10:47 am IST)