Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

કચ્છના વરાડીયા ગામે જૈન પરિવારના ઘેર ૧૦ લાખની ચોરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૯ : કચ્છના અબડાસા તા.ના વરાડીયા ગામે અગ્રણી વસંત પટેલ (જૈન) ના ઘેર ભર બપોરે દસ લાખ રૂ.ની રોકડ ચોરીના બનાવે ચકચાર સર્જી છે.

ઘરના અમુક સભ્યો વાડીએ અને અમુક બહારગામ ગયા હોઈ ઘર બંધ હતું ત્યારે પાછળની બારીની ગ્રિલ તોડીને અજાણ્યા તસ્કરો કબાટમાં પડેલી રોકડ ચોરી ગયા હતા. ઉઠાવી જવાયેલી રોકડ રકમ મુંબઈથી આંગડીયા મારફત આવી હતી જે કબાટમાં રાખેલી હતી.

દરમ્યાન આ મામલે પોલીસ ફરિયાદ થઈ નથી પરંતુ પોલીસને જણ થતાં કોઠારા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. મોટી રકમની ચોરીના બનાવથી કોઠારા પંથકમાં ચકચાર મચી છે. જોકે, ચોરી કરનાર જાણભેદુ હોવાની અને કોઈ નજીકના હોવાની શંકા હોઈ અત્યાર સુધી પોલીસ ફરિયાદ કરાઈ નથી.

(10:11 am IST)