Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ઉના બસ સ્‍ટેન્‍ડ રોડ ઉપર ધુળની ડમરીઓ

ઉના : શહેરમાં મધ્‍યમાંથી પસાર થતો નેશનલ હાઈવે પસાર થાય છે હાલ તેની કપરી પરિસ્‍થિતિ જોવા મળે છે નેશનલ હાઈવે રોડમાં મસમોટા ખાડા પડ્‍યા છે અને ખાડાઓને બુરવા અને તેનું સમારકામ કરવા નેશનલ હાઈવે તે કોન્‍ટ્રાક્‍ટ હોય તે ધૂળ નાખીને સંતોષ માને છે ત્‍યારે ભારે વાહનો તેમાં પસાર થાય છે અને તેખાડો માંથી ધૂળ ઉડતી નજરે પડે છે ધુળ ડમરીઓ થી મોટરસાયકલ તેમજ રાહદારીઓને મોઢામાં ધુળᅠ ઉડતી અને તેમના મોઢા શ્વાસ નળી સુધી પહોંચી જાય છે તેને લઈને આ ધૂળ ડમરીઓ થી તમે શ્વાસમાં મોટી તકલીફ ઉભી થાય છે આ રોડનું સમારકામ થાય અને આ ધૂળની ડમરીઓ ઉડતી બંધ થાય તેવી વ્‍યાપક પ્રમાણે માંગ ઉઠવા પામી છે. રોડ ઉપર ધુળની ડમરીની તસ્‍વીર. (તસ્‍વીરઃ નિરવ ગઢિયા-ઉના)


 

(10:48 am IST)