Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

અમરેલી જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. (બક્ષીપંચ)ના પ્રમુખપદે રમેશભાઇ ગોદીલ

 

અમરેલી,તા.૨૯: જિલ્લા કોંગ્રેસ મિટીંગમાં પ્રમુખ ડી.કે.રૈયાણીએ અમરેલી જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. ડિપાર્ટમેન્‍ટ (બક્ષીપંચ) પ્રમુખ રમેશભાઇ ગોદીલો જવાબદારી સોપેલ છે.

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતી મિટીંગ કોંગ્રેસ કાર્યાલય અમરેલી ખાતે મળી ગયેલ આ મિટીંગમાં જિલ્લા પ્રમુખ ડી.કે. રયાણીએ અમરેલી જિ. કોંગ્રેસ ઓ.બી.સી. ડિપાર્ટમેન્‍ટ બિક્ષીપંચના પ્રમુખ રમેશભાઇ ગોદીલને જવાબદારી સોંપેલ હતી. આ મિટીંગમાં અમરેલી કોંગ્રેસ મહામંત્રી જનકભાઇ પંડયા પ્રદેશ મહામંત્રી હંસાબેન જોષી તાલુકા પ્રમુખ મનિષભાઇ ભંડેરી, શહેર પ્રમુખ સંદિપભાઇ પંડયા તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસના હોદેદારો તેમજ તાલુકા અને શહેર પ્રમુખ મહામંત્રી તથા કારોબારી સદસ્‍યો હાજર રહી આવકારેલ હતા.

(10:52 am IST)