Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

કુંડળધામ મંદિર દ્વારા અનેરી સેવા : આસપાસના ગામોન શબવાહિકા અર્પણ

બોટાદ પાસના શ્રી કુંડળધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા આસપાસના ગામોમાં મૃત્યુ પ્રસંગે ઉપયોગી થતી સ્ટીલની શબવાહિકાનું શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી અને અન્ય સંતોના વિતરણ કરાયેલ તે પ્રસંગની તસ્વીર

બોટાદ,તા. ૨૯: સુપ્રસિધ્ધ તીર્થ કુંડળધામ શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે ગઇકાલ કુંડળધામની આસપાસના ગામો માટે શબવાહિકા વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ૧૪ ઉપરાંત ગામો માટે પ્રતિકસ્વરૂપે શબવાહિકા(નનામી)નું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે પછી બીજા અનેક ગામોને પણ અર્પણ કરાશે

સેવાકિય પ્રવૃત્ત્િ। અંતર્ગત નનામી વિતરણ સમારોહમાં કુંડળધામ દ્વારા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી થતા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્યો શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ કહ્યું હતું કે, સરોવરો, વૃક્ષો અને વરસાદ આ સૃષ્ટિને આપવાનું જ કામ કરે છે. તેઓને સૃષ્ટિ પાસેથી પાછું કાંઈ લેવાનું નથી. આ જ રીતે સંતો પણ સમાજને કાંઈક દેવાનું કામ કરે છે. તેમણે ગુરુજી દ્વારા દુષ્કાળ વખતે થયેલા કેટલ કેમ્પ, કોરોના જેવા મહામારીના રોગચાળા સમયે થયેલી સેવાકીય પ્રવૃત્ત્િ।ઓ અને કુંડળગામ માટે શૌચાલયો નિર્માણ અંગેની માહિતી આપી હતી.

નનામી વિતરણ સમારોહમાં ગામો ગામથી ઉપસ્થિત સરપંચો, આગેવાનો, વડીલ બહેનો સહિતના આમંત્રિતોને સંબોધતા  શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ કહ્યું હતું કે,. ખરેખર આ સેવાકીય કામમાં અમારો સંકલ્પ ખૂબ મોટો છે. કેટલાક ગામો દ્વારા શબવાહિકા વસાવી લેવાઈ છે. જરૂરિયાતવાળા ગામોને હજુ નનામી વિતરણ કરવામાં આવશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સબકા સાથ સબકા વિકાસના આ સૂત્રને ગુરૂજીએ કહ્યું હતું કે આ સૂત્રમાં અમે સબકા વિશ્વાસ એવો વિશ્વાસનો ઉમેરો કર્યો છે બીજાનો વિકાસ થશે તો જ આપણો વિકાસ થશે અને તો જ બધાનો વિશ્વાસ મળશે.

કાર્યક્રમમાં બોટાદ ભાજપ જિલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલા તથા બોટાદ જીલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી તથા વિપુલભાઈ કોડિયા - પ્રમુખ લાયન્સકલબ ઓફ બોટાદ, માધવજીભાઈ માણિયા - પ્રમુખ જાયન્ટ્સ ગૃપ બોટાદ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમ શ્રી અલૌકિક સ્વામી જણાવે છે.

(10:59 am IST)