Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

સોમનાથ મંદિરે દિપાવલી તહેવારોમાં જડબેસલાક પોલીસ બંદોબસ્‍ત

તહેવારોમાં સોમનાથ મહાદેવ મંદિરે યાત્રિકો-પ્રવાસીઓની ભારે ભીડ અનુલક્ષી સોમનાથ મંદિર સુરક્ષા-યાત્રિકોની સલામતી, આસ્‍થા-સન્‍માન જળવાઇ રહે અને કાયદો વ્‍યવસ્‍થા સુચારૂરૂપે જળવાય તે માટે પુરતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયેલ છે : સોમનાથ મંદિર એમ.ડી. ઉપાધ્‍યાય

પ્રભાસ-પાટણ, તા. ર૯ :  વિશ્વ પ્રસિધ્‍ધ ભારતના બાર જયોતિર્લિંગ પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરે આગામી દિવાળીના તહેવારોમાં યાત્રિકો-પ્રવાસીઓની-દર્શનાર્થીઓની ભારે ભીડ સંભવીતતા અનુલક્ષી સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષા-યાત્રિકોની સલામતી-આસ્‍થા અને સન્‍માન જળવાઇ રહે. સાથોસાથ કાયદો વ્‍યવસ્‍થા ભાગરૂપે સોમનાથ મીંદરે સર્તકતા સાથે પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયેલ છે.
તેમ સોમનાથ મંદિર સુરક્ષા ચક્રના નાયબ પોલીસ અધિક્ષક મુકેશભાઇ ઉપાધ્‍યાયે જણાવ્‍યુ઼ તેમણે વિશેષમાં જણાવ્‍યું કે આ બંદોબસ્‍તમાં એક ડી.વાય.એસ.પી. ૩ પીએસઆઇ, ૬૦ પોલીસ જવાનો એસ.આર.પી.ના ર પી.એસ.આઇ. અને એક કંપની, ઉપરાંત ડોગસ્‍કવોડ ઘોડેશ્વર ૪ અશ્વોનું ઘોડેશ્વર પી.એસ.આઇ. સાથેનું મંદિર આસપાસ પેટ્રોલિંગ, બોમ્‍બ ડીસ્‍પોઝલ સ્‍કવોડ એક પી.એસ.આઇ. સાથે વ્રજ વાહન સાથે કયુઆરટી વાન તથા ગીતા મંદિરથી સોમનાથ-વોમ્‍વે અને સાગર દર્શન અતિથી ગૃહ સુધી જીપ્‍સીમાં ઇમરજન્‍સી પોલીસવાનનું સતત પેટ્રોલીંગ રહેશે.
મંદિર સંકુલમાં પ૦ જેટલા સી.સી. ટીવી કેમેરાની બાજ નજર રહેશે ઉપરાંત મંદિર બહારથી જીલ્લાની નેત્રમ શાખા દ્વારા સીસી ટીવી કેમેરાની કીકીઓ ચાંપતી નજર રાખશે.
આ ઉપરાંત ૯૦ જેટલા જી.આઇ.ડી. જેમાં ૪૦ મહિલા અને પ૦ જેન્‍ટસ જવાનો બંદોબસ્‍તમાં ખડેપગે રહેશે.
મંદિર પ્રવેશતા પહેલા તેમજ દિગ્‍વીજય દ્વારે કુલ ૧૦ હેન્‍ડ મેટલ ડીટેકટ દ્વારા તપાસથી તથા પ્રથમ અને દિગ્‍વીજય દ્વારે ના ચેકીંગ પોઇન્‍ટ ઉપર ર ડોર ફ્રેમ મેટલ ડીટેકટ તથા એસ.આર.પી.ના તમામ પોઇન્‍ટો ઉપર ૧૯ વોકીટોકી અને હથિયાર સજ્જ ખડેપગે ફરજ બજાવશે.
રેન્‍જ આઇ.જી. મનીંન્‍દરસિંહ પવાર તથા જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ બંદોબસ્‍ત ગોઠવાયેલ છે.

 

(11:31 am IST)