Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ધોરાજી યાર્ડમાં ભાજપનો વિજય : જયેશભાઇ રાદડીયા ટીમનો દબદબો

ભાજપના આગેવાનો-કાર્યકરોની ઉપસ્થિતિમાં ઢોલ-નગારાના નાદ સાથે વિજયોત્સવ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ર૯ : ધોરાજી યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજયના પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા ટીમનો દબદબો જોવા મળ્યો છે.

ધોરાજી માર્કેટીંગ યાર્ડની ૧૧ ઉમેદવારોની ચૂંટણી ગઇ કાલે યોજાય હતી અને જીલ્લ રજીસ્ટારની ટીમ દ્વારા આજે સવારે ૯ કલાકથી મત ગણતરી શરૂ કરેલ જેમાં ખેડૂત નેતા અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા પ્રેરીત માર્કેટીંગ યાર્ડની ડિરેકટરોની ટીમનો ભવ્ય વિજય થયો છે.

જયેશભાઇ રાદડીયા મનસુખભાઇ ખાચરીયા સહિતના મહાનુભાવો આ વિજય ઉત્સવમાં હાજર રહીને તમામ ડિરેકટરોમાં નિલેશ કણસાગરા, ચાવડા પ્રધ્યુમનભાઇ, જયસુભાઇ ઠેસીયા, પ્રકાશ નારીયા, ગીરીષ પેથાણી, ધીરૂભાઇ બાબરીયા, હરકિશન માવાણી અર્જુનસિંહ સરવૈયા, સાપરીયા કિરીટભાઇ એમ. મળી તમામ ઉમેદવારોના ભવ્ય વિજય થતા અને તમામ ડીરેકટરોને જયેશભાઇ રાદડીયા સહિતના મહાનુભાવો કાન્તીભાઇ જાગાણી આર. સી. ભુત, મનસુખભાઇ વૈષ્ણવ, કે. પી. માવાણી, વિજય અંટાળા, ચીન્ટુ કોયાણી, અશ્વિન વઘાસીયા, નરેન્દ્ર બેરા, સત્યેન્દ્રસિંહ સરવૈયા, જીતુ ડઢાણીયા, જગદીશ ધડુક, વી. ડી. પટેલ, હરસુખભાઇ ટોપીયા, મહેશભાઇ રાવલ સહિતના મહાનુભાવો હાજર રહેલ. અને ઉમેદવારોને શુભેચ્છાઓ આપેલ અને ઉમેદવારોને ફુલહાર અને ઢોલ નગારાથી ભવ્ય સ્વાગત કરેલ હતું.

(11:47 am IST)