Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ગુજરાતમાં ગેરકાયદે દેશી દારૂ વિનાનો એક પણ જિલ્લો હોય તો જાહેર જીવન છોડી દેવા અર્જુનભાઈ મોઢવાડિયાનો પડકાર

દારૂબંધીના કાયદાની અમલવારીમાં નિષ્ફળતા સામે પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો રોષ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૯ :. પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ ગુજરાતમાં એક પણ જિલ્લામાં ગેરકાયદે દેશી દારૂનો એક પણ અડ્ડો ના હોય તો જાહેર જીવન છોડી દઈશ તેવો પડકાર મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી સમક્ષ કર્યો છે.કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવેલ કે ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવામાં ભાજપ સરકાર તદ્દન નિષ્ફળ રહી છે. દારૂ પિનાર, વેચનાર, લઈ જનાર અને તેને મદદ કરનાર પોલીસને ૧૦ વર્ષની જેલની સજાની જોગવાઈ કરતો કાયદો ભાજપ સરકારે ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ વિધાનસભામાં પાસ કરાવ્યો હતો, પરંતુ કાયદો બન્યા પછી દારૂ વેચાણનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યુ છે. કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવેલ કે ખુદ સરકારની માલિકીના ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર બનેલ ફાઈવ સ્ટાર હોટલમાં દારૂ વેચવામાં આવે છે અને ગુજરાતમાં એકપણ એવોે જીલ્લો બતાવે કે જ્યાં ગેરકાયદેસર દેશી દારૂનો એક પણ અડ્ડોના હોય તો જાહેર જીવન છોડી દઈશ તેવો પડકાર મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કર્યો છે.

(11:49 am IST)