Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ઠંડકમાં વધારો-બપોરે ગરમી યથાવત

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ

રાજકોટ તા. ર૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકમાં વધારો થયો છે જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે અને બપોરના સમયે ગરમી સાથે ઉનાળા જેવા વાતાવરણનો અહેસાસ થાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ર૧ લઘુતમ ૬૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:49 am IST)