Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ખંભાળિયા નજીક ટેન્કરની અડફેટે બાઇક સવાર બે યુવાનોના મોત

જામ ખંભાળિયા તા.૨૯ : ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર ગઇકાલે ગુરૂવારે બપોરે આશરે સાડા બારેક વાગ્યે  અત્રેથી આશરે પંદર કિલોમીટર દુર વડાલીયા સિંહણ ગામના પાટીયા પાસેથી પુરઝડપેે અને બેફિકર પૂર્વક જઇ રહેલા ડીઝલ ભરેલા ટેન્કર નંબર જીજે૧૦એકસ-૯૨૪૩ ના ચાલકે આ માર્ગ પર જામનગર તરફથી ખંભાળિયા તરફ આવી રહેલા જીજે૧૦બીએમ-૩૬૦૩ નંબરના મોટર સાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સજર્યો હતો.

મોટર સાયકલ સવાર જામનગરના રહીશ એવા ગોવિંદભાઇ રતનભાઇ પરમાર (ઉ.વ.૩૦) તથા બાદલ શ્યામભાઇ કોળી (ઉ.વ.૨૦) નામના બે અપરિણીત યુવાનોને ગંભીર ઇજાઓ થતા લોહીલુહાણ હાલતમાં બંનેએ ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ ખેંચતા હતા.

આ સમગ્ર બનાવ અંગે જામનગરના દિગ્જામ સર્કલ પાસે રહેતા જુગનુ રામઅવતાર કોળી (ઉ.વ.૨૩)ની ફરીયાદ પરથી ખંભાળિયા પોલીસે ટેન્કર ચાલક  ઉપલેા તાલુકાના રહીશ વિરમ રામભાઇ વંશ સામે આઇપીસી કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વીજશોક લાગતા આશાસ્પદ યુવાનનું અપમૃત્યુ

ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી રાણાવાળી ખાતે રહેતા મુકેશભાઇ વેલજીભાઇ નકુમ નામના ૨૪ વર્ષના યુવાન ગઇકાલે અહીંના જે.ક.વી. નગર-૩ વિસ્તારમાં પ્લમ્બિંગ કામ દરમ્યાન દિવાલમાં ઇલેકટ્રીક બ્રેકરથી કામ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને જોરદાર વીજ કરંટ લાગતા તેમને મુર્છિત અવસ્થામાં અહીની હોસ્પિટલમાં ખસેડેવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના  તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના પિતા વેલજીભાઇ ખીમજીભાઇ નકુમે અહીની પોલીસને કરી છે.

કોલવા ગામની યુવતીએ ઝૈરી દવા પી લેતા મૃત્યુ

કોલવા ગામે રહેતી અલ્પાબેન કરશનભાઇ નંદાણીયા નામની ૨૨ વર્ષની યુવતીએ ગત તા.૨૪મીના રોજ કોઇ અગમ્ય કારણોસર જંતુનાશક દવા પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની જાણ કરશનભાઇ નાથાભાઇ નંદાણીયા (ઉ.વ.૪૮)એ પોલીસમાં નોંધાવી છે.

બીમારીથી કંટાળીને આધેડે ગળાફાંસો ખાધો

કચેરિયા વાડી ખાતે રહેતા હરસુરભાઇ અજુાઇ ભાચકન નામના પપ વર્ષના આધેડને છેલ્લા ઘણા સમયથી બ્લડપ્રેશરની તકલીફ હોય, તેમણે આ બીમારીથી કંટાળીને ગત તા.૨૭ના રોજ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાની જાણે મૃતકના પુત્ર કરશનભાઇ હરસુરભાઇ ભાચકનએ અહીની પોલીસને જાણ કરી છે.

ઓખામાં વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઇ

ઓખાના જુના જકાત નાકા પાસે રહેતા ઉમાબેન ઓઘળભા માણેક નામના ૪૩ વર્ષના મહિલાએ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં છૂપાવીને રાખેલી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની રૂ. ૧૦,પ૦૦ ની કિંમતની ર૧ બોટલ વ્હિસ્કી પોલીસે કબજે કરી, આ મહિલા સામે પ્રોહી. એકટ મુજબ ગુનો નોંધ્યો છે.

બાઇક હંકારી જતા તસ્કરો

ખંભાળીયા નજીક આવેલી વિનાયક સોસાયટી પાસે રહેતા શકિતસિંહ દિલુભા જાડેજા નામના યુવાનના પિતાની માલિકીનું જી. જે. ૧૦ બી. એન. ૮૦૭૭ નંબરનું મોટર સાયકલ કોઇ તસ્કરો ચોરી કરીને લઇ ગયા હોવાની ધોરણસર ફરીયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ભાટીયા નજીક કારની હડફેટે

કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા રત્નાભાઇ નકુમ નામના ૪૯ વર્ષના યુવાનને આ માર્ગ પરથી પુરઝડપે બેફીકરાઇથી પૂર્વક જઇ રહેલા જી. જે. ૦૩ બી. એ. ૩૧૮૪ નં. ફોર વ્હીલર ચાલકે હડફેટે લઇ, ઇજાઓ પહોંચાડી હોવાની ધોરણસર ફરીયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

(11:50 am IST)