Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

સેવાસેતુ બહિષ્કારની ચિમકી બાદ ધ્રોલ પંથકમાં રસ્તા રિપેરનો હુકમ

૩૯ લાખથી વધુની રકમ મંજૂરઃ હમાપર, માનસર, સહિતના રસ્તાના કામો કરાશે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૮: ધ્રોલ પંથકમાં વધુ એક વખત ચમત્કાર વિના નમસ્કાર નહીં જેવો પ્રજાને અહેસાસ થયો છે. ધ્રોલ પંથકના હમાપર સહિતના બિસ્માર બનેલા રોડના રિપેર કરવા પ્રશ્નેઙ્ગ સેવા સેતુ કાર્યક્રમનોઙ્ગ ચાર પાંચ ગામોની પ્રજા એ બહિષ્કાર કરતા લાગતા વળગતા સરકારી તંત્રો હરકતમાં આવી ગયા છે.

પ્રજાની માંગ મુજબ સરકારી તંત્ર તાત્કાલિક ફરિયાદ વાળા રોડ ને રીપેર કરવા રૂપિયા ૩૯ લાખથી વધુની રકમ મંજૂર કરી તાત્કાલિક રોડનું રીપેર રિપેરીંગ કામ હાથ ધરવા આદેશો કર્યા છે .

આ અંગેની વિગત મુજબ ધ્રોલનાઙ્ગ હમાપર ગામનો રોડ અત્યંત બિસમાર બન્યો હોય અનેક વખત રજૂઆતો પછી પણ તંત્ર રીપેર ના કરતું હોય અકસ્માતોની પરંપરા સર્જાઇ હતી. બીજી બાજુ ધ્રોલ પંથકમાં માનસર ગામે સેવાઙ્ગ સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.

પરંતુ હમાપર ગામ સહિતના ચાર પાંચ ગામોના લોકોએ આ સેવા સેતુના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો અને માંગ દોહરાવી હતી કે પહેલા રોડ રિપેર થાય પછી જ તમામ સરકારી કાર્યક્રમોનો લાભ લેવાશે.

આ વાતના અખબારી અહેવાલો વહેતાઙ્ગ થતાં લાગતા વળગતા સત્ત્।ાધીશોને હરકતમાં આવી ગયા છે.

ધ્રોલ તાલુકા હેઠળ પીએમજીએસવાય યોજના અંતર્ગત મંજુર થયેલ રસ્તાને રીપેર કરવા તાત્કાલિક પરિપત્ર કાઢયો છે. જેમાં કહેવાયું છે કેખારવા હમાપર જલિયાદેવાની રોડ, તા.ધ્રોલ જી.જામનગર સંદર્ભઙ્ગ કાર્યપાલક ઇજનેરશ્રી, પંચાયત મા.મ. વિભાગ, જામનગરના પત્રનાં બાંધ/ પીબી/ વર્ક/૧૪૧૫/૨૧. તા.૨૬/૧૦૪૨૦૨૧, ધારાસભ્ય રાદ્યવજી પટેલ ના ધ્વની સંદેશ અન્વયેની રજૂઆત અન્વયે જણાવવાનું કે, રજુ કરેલ દરખાસ્ત મુજબ ધ્રોલ તાલુકા હેઠળ પીએમજીએસવાય-૩ બેચ-ર યોજના અંતર્ગત મંજુર થયેલ ખારવા હમાપર જલિયાદેવાની રોડના કામની ટેન્ડર પ્રક્રિયા વિભાગીય કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલ ચાર વખત ટેન્ડરીંગ પ્રક્રિયા કરવા છતા કોઇ પણ એજન્સીએ ટેન્ડર ભરેલ નથી.

ગ્રામજનો ની રજૂઆત મુજબ માન ધારાસભ્ય રાદ્યવજીભાઈ પટેલના ધ્વની સંદેશ અન્વયે અત્રેની કચેરીએ સદર રસ્તો સત્વરે રીપેર કરવા રજૂઆત કરેલ છે. આપના દ્વારા સંદર્ભપત્ર-૧ થી રજુ કરેલ દરખાસ્ત મુજબ હાલ સદર રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય તેમજ ચોમાસાના ભારે વરસાદના કારણે ડામર સપાટીનું ધોવાણ થઇ ગયેલ હોય તથા ટ્રાફિકની અવર જવરમાં ખુબ જ તકલીફ પડતી હોય, સદર રસ્તાને ટ્રાફિકેબલ કરવા માટે રકમ રૂ.૩૯,૫૪,૩૦૦/- ના નકશા અંદાજો અત્રેની કચેરીએ રજુ કરવામાં આવેલ છે.ઙ્ગ

જે અન્વયેઙ્ગ દરખાસ્ત ગ્રાહ્ય રાખતા ખારવા હમાપર જલિયાદેવાની રોડ રસ્તાને સી.આર સદરે પેવર પટ્ટા કરવા માટેની મંજુરી આપવામાં આવે છે તથા આગળની જરૂરી કાર્યવાહી સત્વરે કરવા જણાવવામાં આવે છે.

આમ બિસ્માર રોડ અંગેના અહેવાલો એ તેમજ હમાપર સહિતના ગ્રામજનોએઙ્ગ સેતુ કાર્યક્રમનો બહિષ્કાર કર્યા કરતા લાગતા વળગતા સરકારી તંત્ર પણ હરકતમાં આવી ગયા છે અને જાણકારોના કહેવા મુજબ ચમત્કાર વગર નમસ્કાર નહીં તેવી વાત આ બનાવમાં સાબિત થઈ છે.

(11:50 am IST)