Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

દૂધરેજ પાસેથી પસાર થતી કેનાલમાં ડુબી જવાથી યુવકનું મોત

 સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માયનોર કેનાલમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં અનેક લોકોના મોત નિપજી ચૂકયા છે ત્યારે શહેરના દુધરેજ પાસે થી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવક ડૂબ્યો હોવાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ અંગે પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. આથી સુરેન્દ્રનગર સંયુકત પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યાની સુચના થી પાલિકાની ફાયર ફાયટર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ ડુબેલ યુવકના મૃતદેહને કેનાલમાં થી બહાર કાઢયો હતો. જયારે પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ચમારજ ખાતે રહેતો મેહુલ દશરથભાઈ (ઉ.વ.૨૦) હોવાનું બહાર આવ્યું હતું. આ તકે પાલિકાની ફાયર ફાયટર ટીમના દિગુભા પરમાર, અશોકસિંહ પરમાર, વિજયસિંહ પરમાર, ગોપાલભાઈ બારૈયા,વિપુલ ખેરાલિયા, સંજય ચૌહાણ, રાહુલ રાવળદેવ, ચેતન ભલગામડિયા, લાલાભાઇ ડોડીયા સહિતનાઓએ મૃતદેહ બહાર કર્યો હતો. જયારે એ ડિવિઝન પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતદેહ કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ થી પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

(11:51 am IST)