Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

થાનગઢમાં પત્નિ સાથેના આડાસંબંધની શંકામાં હત્યાના બનાવમાં આરોપીને આજીવન કેદ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૯: થાનગઢમાં વર્ષ ૨૦૧૭માં પત્ની સાથે આડા સંબંધની શંકાએ એક શખસની હત્યાનો બનાવ બન્યો હતો.જેના આરોપી સામે કેસ સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી ગયો હતો. આ અંગે વકીલની દલીલોને ધ્યાને લઇ આરોપીને આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. જયારે ૧૦ હજારનો દંડ કરાયો હતો. જો તે ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરાયો હતો. થાનગઢમાં રહેતા અજીતભાઇ વેલજીભાઇ સારલા પર સવજીભાઇ નાનજીભાઇ ધામેચાને પોતાની પત્ની મંજુબેન સાથે આડા સંબંધો હોવાની આશંકા હતી.

આથી તા.૨૨-૭-૧૭ના રોજ સવારે અજીતભાઇ ચાલી ધાનેરા ગ્રાઉન્ડ બાજુ જતા હતા ત્યારે સવજીભાઇ ધામેશા તથા શામજીભાઇ ધામેશાએ ગુપ્તીના દ્યા કરી અજીતભાઇ પડી ગયા હતા. ત્યારે શામજીભાઇએ મોટા પથ્થર વડે અજીતભાઇને મારતા મોત થયું હતું. આ અંગે હત્યાનો ગુનો નોંધાયો હતો.

જે અંગેનો કેસ સુરેન્દ્રનગર મુખ્ય સેશન્સ કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદી પક્ષે મૌખિક અને લેખિત પુરાવા ધ્યાને લઇ સરકારી વકીલ એમ.પી. સભાણીએ દલીલો કરી હતી. જેને ધ્યાને લઇ મુખ્ય સેશન્સ જજ એસ.વી.પીન્ટોએ નાનજીભાઇ ધામેશાને તકસીરવાર ઠરાવી અનજીવન કેદની સજા અને રૂ.૧૦ હજાર દંડનો હુકમ કર્યો હતો. જો દંડની રકમ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

સવજી ધામેશાએ મૃતક અજીતભાઇને ધોળા દિવસે જીવલેણ હથિયાર ગુપ્તી લઇ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી મતૃકની પત્ની અને નાની ઉમરમાં બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આવા કિસ્સામાં સહાનુભૂતિ કે માફી આપી શકાય નહીં તેથી આજીવન કેદની સજા અપાઇ હતી.

(11:52 am IST)