Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ઉપલેટાના યુવા નગરપતિ મયુરભાઈ સુવાની પ્રસંશનીય કામગીરીઃ ભારે વરસાદથી બિસ્માર મુખ્ય રસ્તાઓ પેવરથી મઢવાનું શરૂ

 

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૨૯ :. તાજેતરમાં પાછોતરા અતિભારે વરસાદથી શહેરના રોડ રસ્તાઓ સાવ તૂટી ફુટી જતા રાહદારીઓ અને નાના મોટા વાહન ચાલકોને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી.

શહેરના ઘણા જ આગેવાનો સંસ્થાઓ નગરપતિને ફરીયાદ પણ કરેલ હતી તેને ધ્યાને લઈ કાર્યદક્ષ યુવા નગરપતિ મયુરભાઈ સુવાએ ગઈકાલથી શહેરના મુખ્ય મુખ્ય રસ્તાઓ ઉપર પેવર કરવાનું શરૂ કરાવતા તેની શહેરના લોકો દ્વારા પ્રસંશા થઈ રહી છે. રોડ બનાવવાની શરૂઆત કોટેજ હોસ્પીટલ કડવા પટેલ સમાજ રોડથી કરવામાં આવી છે. (તસ્વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

(12:00 pm IST)