Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

અદાણી એન્ટરપ્રાઇઝના ચાલુ નાણાકીય વર્ષના બીજા કવાર્ટરના ઉજળા પરિણામો

ચાલુ ઓકટોબર માસમાં જયપુર, ગૌહતી અને તિરૂવનંતપુરમ એરપોર્ટસ મહસ્ત કર્યાફ ચાલુ નાણાકીય વર્ષ-૨૨ના પ્રથમ છ માસિક ગાળામાં એકીકૃત EBIDTA૭૭ ટકા વધીને વર્ષો વર્ષ રૂ.૨૨૧૦ કરોડઃ સુધારાયેલ બોર્ડ ચાર્ટર અમલમાં મુકયુઃ એન્વાયર્નમેન્ટ સોશ્યલ એન્ડ ગવર્નન્સ માટે તમામ પ્રતિબદ્ધતાઓની ખાતરી આપવા માટે બોર્ડની કોર્પોરેટ જવાબદારી સમિતિની રચના

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ તા.૨૯ : અદાણી સમુહના એક ભાગ અદાણી એન્ટરપ્રાઇઝ લિ. એ ૩૦ મી સપ્ટેમ્બર ૨૦૨૧ના પુરા થયેલા બીજા કવાર્ટરના પરિણામો આજે જાહેર કર્યા છે.

તદનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૨ના પ્રથમ અર્ધ વાર્ષિક ગાળાની (એકંદર) લાક્ષણિકતાઓ (વર્ષથી વર્ષના ધોરણે) સંકલિત સંસાધનોના વ્યવસ્થાપન (IRM) ક્ષેત્રના વોલ્યુમ અને કિંમતોમાં નોંધપાત્ર વધારો થતા એકંદર કુલ આવક ૭૮ ટકા વધીને રૂ.૨૬૩૨૮ કરોડ થઇ. સંકલિત સંસાધનોના વ્યવસ્થાપન ((IRM) વ્યાપારમાં આવક અને સારા માર્જીનને કારણે એકંદર એબીટા ૩૩ ટકા વધીને રૂ.૧૨૬૨ કરોડ થયો.

માલિકોને એકીકૃત કરવેરા પછીનો નફો રૂ.૨૧૨ કરોડ સામે રૂ.૩૬૨ કરોડ થયો. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ  આ વેળા કહ્યુ હતુ કે AEL ભારતના સફળ ઇન્કયુબેટર તરીકે  એકધારી કાર્યરત રહી છે અને અદાણીની પોર્ટફોલિયો કંપનીઓ સાથે જોડાયેલા હાલના વિચારો અને નવા રોમાંચક વ્યુરો  સંબંધમાં બેનમુન કામગીરી બજાવી રહી છે. AEL દ્વારા જે કંપનીઓનું ઇન્કયુબેટીંગ કરવામાં આવી રહ્યુ છે તે અને જે કંપનીઓને ઇન્કયુબેટ કરી ચૂકી છે તેમની પ્ગતિમાં વિસ્તરનું કામ કરી રહી છ.ે તેમણે કહ્યુ કે અમે માનીએ છીએ કે દુનિયામાં મૂળભૂત મુલ્ય સર્જનમાં ડીજીટાઇઝેશન અતિ નોંધપાત્ર બિઝનેસ ટ્રાન્સફોર્મેશન વ્હિકલ બની ચૂકયુ છે.  AELના વર્તમાન વ્યાપારો અગાઉ કરતા વધુ મજબુત બન્યા છે. આ વર્ષે અમે આત્મનિર્ભરના વિચારને મુર્તિમંત બનાવવા માટે મહત્વના કેટલાક નવા વ્યવસાયનો પ્રારંભ કર્યો છે એમ જણાવતા ગૌતમ અદાણીએ કહ્યુ કે તેમાં ડિજીટલ કન્ઝયુમર એગ્રીગેશન પ્લેટફોર્મ, નેટવર્ક એરપોર્ટ ઇકોલ્સિસ્ટમ્સ, ગ્રીન ડેટા સેન્ટર્સ અને આધુનિક રોડ, મેટ્રો અને વોટર ઇન્ફ્રાસ્ટ્રાકચર્સનો સમાવેશ થાય છે. આ દરેક ક્ષેત્રો અમારા હાલના વ્યાપાર સાથે ભિન્ન પ્રકારે સમાનતા ધરાવતા હોવાથી અમને ભાવિ માર્ગઘણો રોમાંચક જણાય છે. અમારા પરિણામોથી ફલિત થાય છે કે એક હેતુલક્ષી મોડેલ અમારા માટે કામ કરી રહ્યુ છે. તેમણે પુરા આત્મવિશ્વાસ સાથે કહ્યુ હતુ કે અદાણી સમુહ તમામ મોરચે સશકત બનવાનું ચાલુ રાખીને શેરહોલ્ડરોને તેમના અમારામાં વિશ્વાસનું શ્રેષ્ઠ મૂલ્ય પુરૂ પાડીશું.

બિઝનેસની વિશેષતાઓ (નાણાકીય વર્ષ-રર ના કવાર્ટર-ર), નાણાંકીય વર્ષ ર૦રર માં વિકસી રહેલા વ્યવસાયોની નોંધપાત્ર અદ્યતન માહિતી

૧. એરપોર્ટ, ઓકટોબર ર૦ર૧ માં જયપુર, ગૌહતી અને તિરૂઅનંતપુરમ એરપોર્ટસ હસ્તગત કર્યા. મુંબઇ ઇન્ટરનેશલ એરપોર્ટ હસ્તગત કરવાની કામગીરી સંપન્ન કરી., ત્રિમાસિક ગાળા દરમ્યાન થયેલું સંચાલન, ૬પ લાખ પ્રવાસીઓ, ૬ર,૧૯૯ ના એર ટ્રાફિકનું આવાગમન, ૧,૬૩,૮૬૦ મેટ્રીક ટન કાર્ગોનું પરીવહન

ર. માર્ગો :- નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા સાથે એકંદરે ૪પ૦ કી. મી. થી વધુના ૧૦ માર્ગોનું બાંધકામ, સંચાલન., પૂર્ણ થયેલા પ્રોજેકટનો હાલનો તબકકો, છત્તીસગઢમાં બિલાસપુર પથર પાલી પ્રોજેકટ આશરે ૮૦ ટકા પુર્ણ, તેલંગણામાં સૂર્યાપેટ ખમ્મમ પ્રોજેકટ આશરે પર ટકા પુર્ણ, તેલંગણામાં મંચેરિયલ રેપેલવાડા પ્રોજેકટસનું કામ આશરે ૩૮ ટકા પૂર્ણ.

૩. પાણી :- ભાગલપુર વેસ્ટ વોટર પ્રોજેકટ માટે બિહાર શહેરી આંતરમાળખાકીય વિકાસ બોર્ડ સાથે કન્સેશન એગ્રીમેન્ટ પર સહિ-સીકકા કર્યા.

૪. અદાણી કોનેકસ અંગે અદ્યતન માહિતી (ડેટા સેન્ટર સેગમેન્ટ-એજકોનેકસ સાથે સંયુકત સાહસ), ચેન્નાઇ ડેટા સેન્ટરના બાંધકામની પ૩ ટકા કામગીરી પુર્ણ થઇ.

સ્થાપેલા વ્યવસાયો સંબંધી નાણાકીય વર્ષ રર ના બીજા કવાર્ટરની અદ્યતન માહિતી

૧. સોલાર ઉત્પાદન - ૧.ર જીડબલ્યુની મજબુત ઓર્ડર બુક સાથે કંપની આ ક્ષેત્રમાં લાંબાગાળાની વૃધ્ધિ માટે ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. ખનન ક્ષેત્ર જીપી-ાાા, તાલાબીરા અને કુરમીટર ખાણોની કામગીરીમાં નોંધાપાત્ર વધારો થતાં નાણાકીય વર્ષ -રર ના બીજા કવાર્ટરમાં ઉત્પાદનના વોલ્યુમમાં ૭૭ ટકાનો વધારો.

ર. અદાણી વિલ્મર :- નાણાકીય વર્ષ -રર ના બીજા કવાર્ટરમાં એકંદર આવક પ૭ ટકા વધારા સાથે રૂ. ૧૩,પ૮૮ કરોડ થઇ. અહેવાલના ત્રિમાસીકગાળામાં એબીટા ૭પ ટકા વધીને રૂ. ૪પપ કરોડ થયો.

ફુડ બિઝનેસે ફોર્ચ્યુન બ્રાન્ડ મારફતે રિફાઇન્ડ ખાદ્ય તેલના બજારમાં ૨૦ ટકા બજાર હિસ્સા સાથે મોખરાનું સ્થા જાળવી રાખ્યુ છે.

(11:53 am IST)