Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

સોમનાથ મહાદેવના આંગણે સરદાર જયંતિએ ઇતિહાસ રચાશેઃ ૧પપ૧ ફુટ લંબાઇ અને ૧૦ ફુટ પહોળા રાષ્ટ્રધ્વજ સાથે શોર્ય મહાયાત્રાઃ સોમનાથ મહાદેવને ધ્વજા રોહણ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ર૯ :.. ભારત પ્રથમ જયોર્તિલીંગ અને જેમના દ્રઢ સંકલ્પથી ભવ્ય સોમનાથ મહાદેવ મંદિરનું નિર્માણ થયું છે તેવા ભારતની એકતા અને અખંડિતતાના પ્રતિક - સ્વતંત્ર ભારતના ઘડવૈયા લોખંડી પુરૂષ 'સરદાર વલ્લભભાઇ પટેલ' ની જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસે ૩૧ઓકટોબર રવિવારે સોમનાથના સમુદ્ર તટ વોક-વે ઉપર ગાંધીનગર રાધે-રાધે ગ્રુપ સોમનાથ ટ્રસ્ટ વેદ ઇન્ટરનેશનલ સ્કુલ ગાંધીનગરના સયુકત ઉપક્રમે ગાંધીનગરના ૩૦૦ બાળકો સાથે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર જ ૧પપ૧ ફુટ લંબાઇ અને ૧૦ ફુટ પહોળાઇ સાથેની રાષ્ટ્રધ્વજ શૌર્યયાત્રા નીકળશે.

સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ર પી.એસ.આઇ. અને એક કંપની, ઉપરાંત ડોગ સ્કવોડ ઘોડેશ્વર ૪ અશ્વોનું ઘોડેશ્વર પી. એસ. આઇ. સાથેનું મંદિર આસપાસ પેટ્રોલિંગ, બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ એક પીએસઆઇ સાથે, વ્રજ વાહન સાથે કયુઆરટી વાન તથા ગીતા મંદિરથી સોમનાથ-વોકવે અને સાગર દર્શન અતિથી ગૃહ સુધી જીપ્સીમાં ઇમરજન્સી પોલીસવાનનું સતત પેટ્રોલિંગ રહેશે.

મંદિર સંકુલમાં પ૦ જેટલા સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે ઉપરાંત મંદિર બહારથી જીલ્લાની નેત્રમ શાખા દ્વારા સીસીટીવી કેમેરાની કીકીઓ ચાંપતી નજર રાખશે.આ ઉપરાંત ૯૦ જેટલા જી. આર. ડી. જેમાં ૪૦ મહિલા અને પ૦ જેન્ટસ જવાનો બંદોબસ્તમાં ખડેપગે રહેશે.

મંદિર પ્રવેશતા પહેલાં તેમજ દિગ્વીજય દ્વારે કુલ ૧૦ હેન્ડ મેટલ ડીટેકટર દ્વારા તપાસણી તથા પ્રથમ અને દિગ્વીજય દ્વારેના ચેકીંગ પોન્ઇન્ટ ઉપર ર ડોર ફ્રેમ મેટલ ડીટેકટર તથા એસ. આર. પી.ના તમામ પોઇન્ટો ઉપર ૧૯ વોકીટોકી અને હથિયાર સજ્જ ખડે પગે ફરજ બજાવશે.

રેન્જ આઇ. જી. મનીન્દરસિંહ પવાર તથા જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ બંદોસ્ત ગોઠવાયેલ છે.

(11:54 am IST)