Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ધ્રાંગધ્રામાં ડેન્ગ્યુનો શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય તંત્ર દોડયું

અનેક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રહીશોમાં આક્રોશ : સમગ્ર શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગની કામગીરી

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૯ : ધ્રાંગધ્રામાં ડેન્ગ્યુનો શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સમગ્ર શહેરમાં ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

ધ્રાંગધ્રા શહેરમાં ડેન્ગ્યુનો એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. આ શંકાસ્પદ કેસ જે વિસ્તારમાંથી મળી આવ્યો છે તે વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા ફોગિંગ અને પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્વારા પણ મુલાકાત લઇને રોગચાળોઙ્ગ અટકાવવા અંગે આરોગ્ય કર્મીઓને માર્ગદર્શન આપી કામગીરીનું સુપરવિઝન કર્યું હતું.

છેલ્લાં ઘણા સમયથી ધ્રાંગધ્રામાં અનેક વિસ્તારોમાં સફાઈ સહિતની કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને પગલે અનેક સ્થળોએ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનું પણ જાણવા મળે છે. વાહકજન્ય રોગચાળો ફાટી નિકળશે તેવી અનેક રજુઆતો નાગરિકો દ્વારા અગાઉ પણ કરવામાં આવી હતી. જોકે તંત્ર દ્વારા આ બાબતે સફાઈ કરવા કે ગંદકી દૂર કરવા અંગે કોઇ યોગ્ય પગલાં લેવામાં ઉદાસિનતા દાખવી હોવાથી પણ નાગરિકોમાં રોષ વ્યાપ્યો હોવાનું જાણવા મળે છે.

હવે શહેરમાંથી ડેન્ગ્યુનો શંકાસ્પદ કેસ મળી આવતા સમગ્ર આરોગ્ય વિભાગ અને તંત્ર હરકતમાં આવ્યું છે.

ધ્રાîગધ્રાના જુદા જુદા વિસ્તારોમાî આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વે કરવામાî આવી રહ્ના છે. ફોગિîગ સહિત પોરાનાશકની કામગીરી કરવામાî આવી રહી હોવાનુî પણ જાણવા મળે છે.

(11:59 am IST)