Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા સાસણ ગીરમાં યોજાય ગયો પ્રશિક્ષણ વર્ગ

રાજકોટ : ભાજપના કાર્યકરો માટે ચુંટણીને લક્ષીને પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા સાસણ ગીર ખાતે પ્રકૃતિના સૌદર્ય વચ્ચે પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો હતો. જેના ઉદ્દઘાટન સત્રમાં રાજકોટ જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી અને સત્રના વકતા મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયા, જિલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, સાંસદો મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક, કેબીનેટ મંત્રીઓ જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, જિ.પં. અધ્યક્ષ ભૂપતભાઇ બોદર, પ્રશિક્ષણ વર્ગના પાલક નિર્ભયભાઇ પુરોહીત સહીત ભાજપના અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે મનસુખભાઇ ખાચરીયાએ મહેમાનો અને કાર્યકર્તાઓનું સ્વાગત કરી પ્રશિક્ષણ વર્ગને સંબોધન કરેલ. બાદમાં પ્રથમ દિવસ સત્ર ૧ ના વકતા તરીકે મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રથમ દિવસ સત્ર ર ના વકતા તરીકે ઉદયભાઇ કાનગડ, પ્રથમ દિવસ સત્ર ૩ ના વકતા તરીકે જયેશભાઇ વ્યાસ, પ્રથમ દિવસ સત્ર ૪ ના વકતા તરીકે પ્રો.ડો. મહેન્દ્રભાઇ પાડલીયા, પ્રથમ દિવસ સત્ર પ ના વકતા તરીકે પ્રદીપભાઇ ખીમાણીએ વકતવ્ય આપેલ. પ્રશિક્ષણ વર્ગના મુખ્ય ઇન્ચાર્જ મનીષભાઇ ચાંગેલાએ સત્રના વકતા અને વિષયોની માહીતી રજુ કરી હતી. પ્રશિક્ષણ વર્ગના સત્ર અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, બાબુભાઇ નસીત, પ્રવિણભાઇ હેરમા, અનીલભાઇ મકાણી, મુકેશભાઇ કમાણી રહયા હતા. સંચાલન ડો. દીપકભાઇ પીપળીયાએ કર્યુ હતુ. વર્ગના સહ ઇન્ચાર્જ તરીકે ગીરીશભાઇ પરમર, ડો. બીપીનભાઇ સાવલીયાએ વ્યવસ્થા સંભાળી હતી. વંદેમાતરમ ગાન અરૂભાઇ નિર્મળે રજુ કરેલ. વર્ગના રજીસ્ટ્રેશનની વ્યવસ્થા અલ્પેશભાઇ અગ્રાવતના માર્ગદર્શન હેઠળ કનકસિંહ ઝાલા, વિવેક સાતા, કિશોર ચાવડા, આઇ.ટી. એસ.એમ. તન્મય ઉપાધ્યાય, યશ વાળા અને નિવાસ સ્થાનની વ્યવસ્થા પ્રાગજીભાઇ કાકડીયા, આર. એસ. એસ. શાખા જવાબદારી જયેશભાઇ પંડયાએ સંભાળી હતી.

(12:40 pm IST)