Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ગ્રેડ પે મુદ્દે સરકાર દ્વારા સમિતિ રચાતા રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ખુશીઃ ગોંડલમાં મીઠાઈ વહેંચાઈ

રાજ્યના પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલ આંદોલનનો પડઘો પડયો હોય તેમ રાજ્ય સરકાર દ્વારા ગ્રેડ પે મુદ્દે તથા અન્ય લાભો પોલીસ કર્મચારીઓને મળી રહે તે માટે આઈ.પી.એસ. અધિકારી બ્રિજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરતા રાજકોટ જીલ્લા પોલીસ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. રાજ્ય સરકારના આ નિર્ણયના પગલે ગોંડલ પોલીસ સ્ટાફમાં આનંદની લાગણી છવાઈ હતી. ગોંડલના પોલીસ કર્મચારીઓ તથા પરિવારજનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મ્હોં મીઠા કર્યા હતા. તસ્વીરમાં ગોંડલ પોલીસ લાઈનમાં પોલીસના પરિવારજનો ખુશાલીના માહોલ વચ્ચે એકબીજાને મીઠાઈ વહેંચતા નજરે પડે છે.

(12:44 pm IST)