Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

જામનગરમાં તોરણ બનાવતી વખતે મીણબતી અડી જતા પરણિતાનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૯: અહીં ગોકુલનગર રડાર રોડ પર રહેતા હિતેશભાઈ કાનજીભાઈ ડાભી, ઉ.વ.૩૦ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૭–૧૦–ર૧ ના આ કામે મરણજનાર મનીષાબેન હિતેશભાઈ કાનજીભાઈ ડાભી, ઉ.વ.૩૦, રે. ગોકુલનગર, રડાર રોડ, જામનગર વાળા પોતે પોતાના ઘરે તોરણ બનાવતા હોય તોરણની રેશમની દોરી જમીન પર મીણબતી પેટાવી ચોટાડતા હોય અને માળા પોરવતા હોય તે સમયે મનીષાબેનનું ગાઉન પહેરેલ હોય તે ગાઉનની કાપડની કિનારી મીણબતી સળગેલી અડી ગયેલ જેથી શરીરે પહેરેલ ગાઉન સળગતા દાજી જતા સારવારમાં અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

દારૂની ર૮ બોટલ સાથે ઝડપાયો : બે ફરાર

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮–૧૦–ર૧ ના દિ.પ્લોટ–પ૮, બાળકોના સ્મશાન પાસે શેરી નં. પમાં આરોપી દિપકભાઈ શંકરભાઈ દામા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જા ભોગવટના રહેણાક મકાનમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ કાચની શીલબંધ બોટલ નંગ–ર૮, કિંમત રૂ.૧૪,૦૦૦/– ના મુદામાલ વેચાણ અર્થે રાખી ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ પુરો પાડનાર આરોપી કેતન ઉર્ફે કેતુ વસંતભાઈ ગોરી, રાજેશ ઉર્ફે રાજા રમેશભાઈ નંદા ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમારા છોકરાઓને કેમ મારેલ તેમ કહી માર માર્યો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દેવેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા, ઉ.વ.૪પ, રે. બ્લોક નં.પ, અંજતા સોસાયટી, પટેલ કોલોની સાતના છેડે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૧૦–ર૧ના પટેલ કોલોની શેરી નં. ૯ ના છેડે વિનય પ્રોવિઝન સ્ટોર પાસે, જામનગરમાં ફરીયાદી દેવેન્દ્રસિંહ ને આરોપી વિરલ, રીધીશ, રાઠોડ, જાડેજા તથા સાત થી આઠ અજાણ્યા ઈસમો એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી લાકડાની ગેડીઓ તથા લોખંડના પાઈપ તથા લાકડીઓ લઈ આવી ફરીયાદી દેવેન્દ્રસિંહને રસ્તા વચ્ચે ઉભો રાખી અમારા છોકરાઓને સાંજે કેમ મારેલ હતા. તેમ કહી ફરીયાદી દેવેન્દ્રસિંહને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી દેવેન્દ્રસિંહ પર હુમલો કરી જમણા હાથમા ફેકચર તથા ડાબા હાથની પહેલી તથા છેલ્લી આંગળીમાં ફેકચર તથા બંન્ને પગ તથા પીઠમાં મુઢ ઈજા તથા માથામા ડાબી આંખ પર કપાળમાં સામાન્ય ઈજા તથા માથામા હેમરેજ જેવી ગંભીર ઈજા કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ચલણી સિકકા વડે જુગાર રમતા ત્રણ ઝડપાયા

 અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. નટવરભાઈ લાલજીભાઈ કાગડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮–૧૦–ર૧ ભીમવાસ શેરી નં.ર, હનુમાનજીના મંદિર પાસે, જામનગરમાં આ કામના આરોપીઓ દિનેશભાઈ ભરતભાઈ પરમાર, મણીલાલ ઉર્ફે કાનો મનજીભાઈ વાઘેલા, બાલકૃષ્ણ ઉર્ફે બાલુ મોહનભાઈ પારખી, રે. જામનગરવાળા જાહેરમાં બેસી રૂપિયાના સિકકા ઉછાળીને કાટ–છાપ બોલી પૈસા લગાડી હારજીત કરી જુગાર રમતા એક રૂપિયાના ત્રણ સિકકા કિંમત રૂ.૩/– તથા રોકડા રૂ.૧૦૧૦૦/– મળી કુલ રૂ.૧૦૧૦૩/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગાયો ભેંસો ચરાવા બાબતે માર માર્યો

જામનગર : જોડીયા પોલીસ સ્ટેશનમાં ગોરધનભાઈ જાદવજીભાઈ અંદરપા, ઉ.વ.૬૬, રે. અંબાલા ગામ, તા.જોડીયાવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮–૧૦–ર૧ના અંબાલા ગામ દયાળજીભાઈ જાદવજીભાઈ અંદરપાની વાડી ખાતે આરોપીઓ મણીબેન રાણાભાઈ ભરવાડ, રાણાભાઈ ગોકળભાઈ ભરવાડ, રે. અંબાલા ગામવાળા પોતાની ગાયો – ભેસો ફરીયાદી ગોરધનભાઈના નાનાભાઈની ખેતીની જમીનમાં ચરાવતા હોય જેથી ફરીયાદી ગોરધનભાઈએ ગાયો–ભેસો પુછયા વગર કેમ ચરાવો છો તેમ કેહતા આરોપી મણીબેન રાણાભાઈ ભરવાડ એકદમ ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને જમીન પર પડેલ પથ્થરનો ઘા કરતા ફરીયાદી ગોરધનભાઈને કપાળના ભાગ ઈજા કરતા તેમજ રાણાભાઈએ તેની પાસે રહેલ લાકડી વડે ફરીયાદી ગોરધનભાઈને જમણા હાથના અંગુઠાના ભાગે ઈજા કરતા સારવારમાં જતા તથા ફરીયાદી ગોરધનભાઈને કપાળના ભાગે બે ટાકા અને જમણા હાથના અંગુઠાના ભાગે પાંચ ટાકા જેવી ઈજાઓ કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી નાશી જઈ ગુનો કરેલ છે.

અપહરણ કરી માર માર્યાની બે સામે રાવ

મેઘપર પોલીસ સ્ટેશનમાં કૌશલકુમાર અનીરૂઘ્ધ તિવારી, ઉ.વ.ર૯, રે. લેબર કોલોની, ન્યારા એનર્જીભ દેવરીયા પાટીયા પાસે એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮–૧૦–ર૧ ના ન્યારા એનર્જી કંપનીની એસોસીયેટ કોલોનીના ગેઈટ પાસે આરોપી ભરતસિંહ રે. મીઠોઈ ગામ વાળા તથા તેની સાથેનો બીજો એક અજાણ્યો માણસ  સફેદ કલરની ફોરવ્હીલ કાર નં. જી.જે.૦૩–ઈ.સી.–૦પ૦૮ ની લઈને આવી ફરીયાદી કૌશલકુમાર ને આરોપી ભરતસિંહએ ફોરવ્હીલ કાર માંથી નીચે ઉતારી લોખંડના પાઈપ થી આડેધડ માર મારી તથા સાથેના અજાણ્યા માણસે પણ લાકડીથી આડેધડ માર મારી મુંઢ ઈજા કરી મને બિભત્સ ગાળો આપી આરોપી ભરતસિંહે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડા રૂ.૧પ૦૦ તથા એક મોબાઈલ ફોનની લુંટ કરી અપહરણ કરી આ કામમાં એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

રહેણાક મકાનમાંથી પ૩ બોટલ દારૂ સાથે ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૧૦–ર૧ના ગુલાબનગર રાધાકૃષ્ણ પાર્ક, બ્રાહ્મણની વાડી પાછળ આરોપી સફરાજ અબ્દુલકરીમ મકવાણા, રે. જામનગરવાળા એ પોતાના કબ્જા ભોગવટના રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ–પ૩, કિંમત રૂ.ર૬,પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:45 pm IST)