Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ધારીની નદીમાં પડેલ બાળકને બચાવવા ર યુવાનોએ જીવ સટોસટના પ્રયાસ કર્યા છતા ન બચી શકયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૯ :  ધારી ગામમાં ભીક્ષાવૃતિ કરનાર પરિવારનું બાળક માતા પિતા સાથે નદીમાં નાહી રહેલ હતુ. પરંતુ અનાયસે નદીના ધુનામાં પગ લપસતા ગરકાવ થયેલ હતુ. આ અંગેની જાણ થતાંની સાથે જ મોહમમદ જેદ અને નવાઝ ગામેતીના નામના લવર મુછીયા મુસ્લિમ યુવાનોએ જીવ સટોસટની બાજી ખેલીને બાળકને બચાવવા પ્રયત્નો કરેલ હતા. આ વાતની ખબર પડતાની સાથે જ પરવેજ ભાઇ સુમરા, અપ્પુ કલાલ, મહમદભાઇ શેખ અને ઉપસરપંચ જીજ્ઞેશગીરી સહિતના ઘટના સ્થળે દોડી ગયેલા હતા અને આ મહા મહેનતે લાશને પાણીમાંથી  બહાર કાઢેલી હતી. બાળકના આકસ્મિક મોતથી વ્યથિત મા બાપને આગેવાનોએ સાત્વના પાઠવી હતી અને બાળકનો જીવ બચાવવા નદીમાં કુદી પડેલ મોહમ્મદ જેદ અને નવાઝ ગામેતીના પપ્રયત્નોને બીરદાવેલ હતા.

મગફળીની ચોરી

ખાંભા તાલુકાનાં ખડાધાર ગામે રાજેશભાઇ જેરામભાઇ વોરા  ઉ.વ.૪૭ના વાડી ખેતરના ગોડાઉનમાં રાખેલ પ૦ મણ મગફળી તા.ર૭-૧૦ના કોઇ અજાણ્યા શખ્સોએ રૂ.૬૦ હજારની કિંમતની મગફળીની ચોરી કરી ગયાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ વાય.પી. ગોહિલ તપાસ ચલાવી રહયા છે.

(12:45 pm IST)