Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

દ્વારકામાં પોલીસ દ્વારા ગ્રેડ પે મુદ્દે નિર્ણયને આવકાર

દ્વારકાઃ છેલ્લા કેટલાક સમયથી પોલીસ ખાતાના પોલીસ જવાનોના પગાર અને ગ્રેડ ઓછા હોય તે બાબત નું આંદોલન ચાલી રહ્યું હતું જે આંદોલનના પગલે ગાંધીનગર સચિવાલય સામે તેમજ કેટલાક શહેરોમાં કેટલાક જિલ્લાઓમાં પોલીસ પરિવારના સભ્યો પણ જોડાયા હતા. જે આંદોલનના મૂળમાં પગાર વધારો ઉપરાંત અને કેટલીક બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આંદોલનના પગલે ગુજરાત રાજય સરકાર શ્રી દ્વારા આ બાબતની નોંધ લેવામાં આવેલ છે અને શ્રી બ્રિજેશ ઝા આઇપીએસ અને એડિશનલ ડીજીપી સહિત પાંચ સભ્યોની કમિટી ની રચના કરી છે જે કમિટી ટુંક સમયમાં અહેવાલ પાઠવશે એવી જાહેરાત કરેલ છે. જે સરકારશ્રીના નિર્ણયને આવકારતા દેવભૂમિ દ્વારકા પોલીસે ઝ્રક્કલ્ભ્ મંદિર સુરક્ષાની ઓફિસ આવીને દ્વારકા ના પૂજારી પુરોહિતોના હાથે એક બીજાને મીઠાઈ વહેંચીને તેમજ ફટાકડા ફોડીને ખુશી વ્યકત કરી હતી અને આગળ કમિટીના નિર્ણયો અને સરકાર શ્રીના પગલાં સકારાત્મક રહેશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. (અહેવાલઃ વિનુભાઇ સામાણી તસ્વીર : દિપેશ સામાણી -દ્વારકા)

(1:08 pm IST)