Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ધોરાજી યાર્ડમાં કોને કેટલા મત મળ્યા ?

રાજકોટ, તા. ૨૯ :. ધોરાજી યાર્ડની ચૂંટણી રાજકોટના ચૂંટણી અધિકારી તરીકે લલિતભાઈ જોશીની આગેવાની યોજાઈ હતી.

મત પેટીમાંથી મત પત્રો ૩૮૮ નીકળ્યા હતા. તે પૈકી રદ મત પત્રો ૧૬ થયા હતા. ક્રમ નં. ૧ થી ૧૦ ઉપર દર્શાવેલ ઉમેદવારોને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે. કોઈ ઉમેદવારની ચૂંટણી ડીપોઝીટ જપ્ત કરવામાં આવતી નથી તેમ લલીતભાઈ જોશી ચૂંટણી અધિકારી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ધોરાજી અને નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

ઉમેદવારનું નામ તથા મળેલ મતો આ મુજબ કણસાગરા નિલેશકુમાર સવજીભાઈ - ૩૬૩, નારીયા પ્રકાશ નરશીભાઈ - ૩૬૨, ચાવડા પ્રદ્યુમનભાઈ ગોવિંદભાઈ - ૩૬૧, બાબરીયા ધીરજલાલ નાગજીભાઈ - ૩૬૧, માવાણી હરકીશનભાઈ ભગવાનજીભાઈ - ૩૬૧, બરોચીયા કૈલાશભાઈ વલ્લભભાઈ - ૩૬૦, સાપરીયા કિરીટભાઈ નરસિંહભાઈ - ૩૫૮, સરવૈયા અર્જુનસિંહ હમીરસિંહ - ૩૫૬, ઠેસીયા જયસુખભાઈ ચકાભાઈ - ૩૫૧, પેથાણી ગીરીશભાઈ લખમણભાઈ - ૩૪૭, વેગડ શાંતિલાલ વશરામભાઈ - ૪૭ મતો મળેલ છે.

(1:09 pm IST)