Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

સાવરકુંડલાના ગુજસીટોકના ગુનામાં એક વર્ષથી ફરાર વિક્રમ બામણબોર પાસેથી ઝડપાયો

એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ જી.એમ. હડીયાની ટીમે દબોચ્યોઃ હથીયાર, હત્યાની કોશિષ, મારામારી અને દારૂના ગુનામાં પણ સામેલ

રાજકોટ, તા. ૨૯ :. અમરેલીના સાવરકુંડલા પોલીસ મથકમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં એક વર્ષથી ફરાર દોલતીગામના શખ્સને એરપોર્ટ પોલીસે બામણબોર પાસેથી ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ સાવરકુંડલાના પોલીસ મથકમાં નોંધાયેલ ગુજસીટોકના ગુનામાં એક વર્ષથી ફરાર શખ્સ બામણબોર પાસેથી પસાર થવાનો હોવાની એરપોર્ટ પોેલીસ મથકના કોન્સ. કનુભાઈ ભમ્મરને બાતમી મળતા પીઆઈ જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.સી. પરમાર, હેડ કોન્સ. કેશુભાઈ, વિક્રમસિંહ સોલંકી, દિવ્યરાજસિંહ, યશપાલસિંહ, મહાવીરસિંહ, યુવરાજસિંહ, ઈરશાદભાઈ જન્નર તથા કનુભાઈ સહિત વોચમાં હતા ત્યારે બામણબોર ગામ પાસેથી જીજે ૧૮બીઈ ૯૦૩૭ નંબરની સ્કોડા રેપીડ કારને રોકી વિક્રમ જેતુભાઈ ચાંઉ (ઉ.વ. ૨૫) (રહે. દોલતીગામ તા. સાવરકુંડલા)ને પકડી લઈ કાર અને મોબાઈલ મળી રૂ. ૧,૫૨,૦૦૦ની મત્તા કબ્જે કરી હતી. વિક્રમ અગાઉ પાટણના હારીજ પોલીસ મથકમાં હથીયાર તથા હત્યાની કોશિષ અને રાયોટ તથા રાજુલા પોલીસ મથકમાં હથીયાર, હત્યાની કોશિષ અને મારામારી, સાવરકુંડલામા મારામારીના તથા વિદેશી દારૂના ગુનામાં પકડાઈ ચૂકયો છે.

(1:10 pm IST)