Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ગુજરાત યુનિવર્સિટીના ૯૪ વિદ્યાર્થીઓ પર્વતારોહણના ખડક ચઢાણ બેઝિક કોર્ષમાં જોડાયા

જૂનાગઢ,તા.૨૯: પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના ૯૪ વિધાર્થી સહભાગી બની સાહસિક પ્રવૃતી,વન પર્યાવરણનું જ્ઞાન મેળવ્યું હતુ. 

ગુજરાત રાજયના યુવક – યુવતીઓને સાહસિક પ્રવૃત્ત્િ।ઓ તરફ અભિમુખ કરવા તથા તેમનામાં પડેલ સુષુપ્ત શકિતઓને બહાર લાવવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રઙ્ગ જૂનાગઢ દ્વારાઙ્ગ ખડક ચઢાણ બેઝિક કોર્સ (૧૪ થી ૪૫ વર્ષ માટે) તથા એડવેન્ચર કોર્સઙ્ગ (૮ થી ૧૩ વર્ષ માટે)ઙ્ગનું આયોજન કરવામાં આવે છે. તેમજ ગુજરાતના કોઈપણ દુર્ગમ પહાડી વિસ્તારમાં / ડુંગરાળ વિસ્તારમાં દર વર્ષે ૧૦ દિવસ માટે ભ્રમણ (ટ્રેકીંગ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.ઙ્ગ

કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃત્ત્િ।ક પ્રવૃત્ત્િ।ઓ ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સ તારીખ ૧૭ ઓકટમ્બર ૨૦૨૧ થી ૨૬ ઓકટમ્બર ૨૦૨૧ દરમ્યાન યોજવામાં આવેલ હતી. 

જેમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના વિદ્યાર્થી ભાઈઓ ૪૮ઙ્ગ અને બહેનો ૪૬ઙ્ગ મળી કુલ ૯૪ એ ખડક ચઢાણ બેઝિક કોર્સ ( ૧૪ થી ૪૫ વર્ષ ) માં ભાગ લઈ માઉન્ટેન વોક, ઙ્ગપી.ટી. તાલીમ, રોક કલાઈમીંગ - રેપલીંગ,ઙ્ગ રીવરર્કોસીંગ,ઙ્ગ ટ્રેકીંગ, રોપ નોટ તથા રોક ફોરમેશન, કલાઈમ્બીંગ ટેકનીકસ, રેપલીંગ એન્ડ બીલે, માઉન્ટેન હીસ્ટ્રી, માઉન્ટેન ઈકયુપમેન્ટ, પર્યાવરણ જાગૃતતા ની વિવિધ તાલીમ માનદ ઈન્સ્ટ્રકટરો બચુભાઈ મકવાણા, સુનિલ બોરીચા, રામ ચંદ્રવાડીયા, ગોપાલ ભરવાડ, કાશીરામ કાપડી, રવિ રાઠવા, રોહન અલિકા, મિલાપ સોનીઙ્ગ દ્વારા આપવામાં આવેલ.

તાજેતરમાં આ શિબિરના સમાપન સમારોહમાં તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમના અધ્યક્ષ ર્ડા.વી.કે.ચાવડા, નિયામકશ્રી, યુવક અને કલ્યાણ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ તથા ઈન્સ્ટ્રકટર ઈન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિતી રહી પ્રોત્સાહન પુરૂ પાડેલ હતું.ઙ્ગ આ તકે સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી મહેમાનોઙ્ગ તથા માનદ્દ ઈન્સ્ટ્રકટરો દ્વારા સન્માનિત કર્યા હતા., શિસ્ત, સાહસ, આત્મવિશ્વાસ, જીવન ઘડતરના ગુણોનું જીવનમાં કરવા અંગે માર્ગદર્શન આપ્યુ હતું.ઙ્ગઙ્ગ

સમાપન સમારોહનું સંચાલન તાલીમાર્થી પટેલ વિશાખા , સાધુ ઉમંગ દ્વારા કરવામાં આવેલ . સમગ્ર શિબિર દરમિયાનના પોતાના અનુભવો વીધી દોંગા, શ્રેષ્ઠી ધ્રુવ, વણજારા ટ્વીન્કલ , મોઢેરા મન દ્વારા રજૂ કરવામાં આવેલ હતા.

(1:11 pm IST)