Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

મોરબી રાજપૂત કરણી સેનાએ પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે અને અન્ય સુવિધા આપવા માંગ કરી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત આવેદન પાઠવી પોલીસને સમર્થન આપ્યું.

મોરબી :  ગુજરાત પોલીસને ગ્રેડ પે અને અન્ય મળવાપાત્ર સુવિધાઓ આપવા પોલીસની લડતને ટેકો જાહેર કરીને રાજપૂત કરણી સેનાએ રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે

શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા અને શહેર તેમજ તાલુકાની ટીમ દ્વારા શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત અધ્યક્ષ જે પી જાડેજા અને સૌરાષ્ટ્ર અધ્યક્ષ કૃષ્ણસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના ગ્રેડ પેના સમર્થનમાં આવેદનો આપી પોલીસના અન્ય રાજ્યના ગ્રેડ પેની સરખામણીએ ગુજરાતમાં ઓછો હોય જેમાં સુધારો કરવા અને પોલીસની નોકરી દરમિયાન ટાઈમ શેડ્યુલ બનાવામાં આવે જે અંગે સરકારને રજૂઆત કરી હતી અને પોલીસ કર્મચારીઓના આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો છે
જે મુખ્યમંત્રીને સંબોધીને લખેલું આવેદન પત્ર મોરબી જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું જે પ્રસંગે શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા તથા મોરબી કરણી સેના ટીમેં હાજરી આપી હતી

(6:45 pm IST)