Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

મોરબીના પટેલનગર, ન્યુ આલાપ સહિતની સોસાયટીઓમાં પાણીના પ્રશ્ને મહિલાઓનો મોરચો.

મહિલાઓએ પાલિકા કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી

મોરબી શહેરના પટેલનગર, ન્યુ આલાપ, ખોડીયારનગર અને પટેલ રેસીડેન્સી સહિતના વિસ્તારોમાં પાણીના પ્રશ્ને મહિલાઓ આજે રણચંડી બની હતી અને પાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત કરી પાણીનો પ્રશ્ન ઉકેલવા માંગ કરી હતી

મોરબી શહેરમાં પાણી વિતરણના ધાંધિયા જોવા મળે છે અને છેલ્લા ૧૫ દિવસથી અનેક સોસાયટીમાં પાણી આવ્યું ના હોય જેમાં પટેલનગર, ન્યુ આલાપ, ખોડીયારનગર તેમજ પટેલ રેસીડેન્સી વિસ્તારમાં પાણીનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે જેથી કંટાળી ગયેલી મહિલાઓએ આજે પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા પાસે મહિલાઓએ રજૂઆત કરી હતી જેમાં છેલ્લા ૧૫ દિવસથી પાણી આવતું ના હોય અને દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે મહિલાઓને ઘરની સફાઈથી લઈને રસોઈ સુધી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેમ જણાવ્યું હતું
નવી પાઈપ લાઈન માટે વર્કઓર્ડર આપ્યો હોય કામ જલ્દી શરુ થશે : ઉપપ્રમુખ
મહિલાઓની પાણીની રજૂઆત મામલે પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે મહિલાઓ પાણી પ્રશ્ને રજૂઆત કરી છે ત્યારે પાણીની નવી પાઈપલાઈન મામલે વર્ક ઓર્ડર કરવામાં આવ્યો છે અને ૧-૨ દિવસમાં કામ શરુ થઇ જશે અને પાણી પ્રશ્ન ઉકેલાઈ જશે મોરબીનો વિકાસ જેટ ગતિએ થઇ રહ્યો છે ત્યારે નવા બનતા વિસ્તાર સુધી પાણી પહોંચતું ના હોય ત્યાં પાણી સમયસર પહોંચાડવા પાલિકાની ટીમ કટિબદ્ધ છે તો મહિલાઓની ૧૫ દિવસથી પાણી ના આવતું હોવાના પ્રશ્ને જણાવ્યું હતું કે ૧૫ દિવસથી પાણી ના આવતું હોય જે બાબતે કોઈ અરજી કર્યાનું ધ્યાનમાં નથી જોકે પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી ખાતરી આપી હતી.

(6:47 pm IST)