Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

મોરબીના જીવાપર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો કર્યો

મોરબીના જીવાપર (ચકમપર) ગામની સીમમાં દરોડો કરીને પોલીસે દેશી દારૂ બનાવવાના સાધનો સહિતનો મુદામાલ જપ્ત કરી એક ઈસમને ઝડપી લીધો હતો.

મોરબી તાલુકા પોલીસ ટીમેં બાતમીને આધારે જીવાપર ગામની સીમમાં નદીના કાંઠે દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૬૦, ગેસનો બાટલો, ચૂલો અને દારૂ ગાળવાની નળી સહીત કુલ રૂ ૧૨૬૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ગૌરાંગ ઉર્ફે લાલો કાંતિભાઈ કાલરીયા રહે જીવાપર (ચ) તા. મોરબી વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:52 pm IST)