Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ઉના દરીયાકાંઠે તણાય આવેલા અજાણ્યા યુવાનના મૃતદેહની ઓળખ મેળવવા તપાસ

(નવીન જોષી દ્વારા ) ઉના, તા.ર૯: તાલુકાના ખેડા દરીયા કાંઠે દરીયાના પાણીમાં તણાય આવેલ અજાણ્યા યુવાનના મૃતદેહને પોલીસે પોસ્ટ મોર્ટમ માટે મોકલીને મરનાર યુવાન કોણ છે? તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉના તાલુકાના ખડા ગામે દરીયા કિનારે પથ્થરની ભેખડ પાસે દરીયાના પાણીમાં અજાણ્યા યુવાનની લાશ તરતી જોવા મળતી ગામના આગેવાનોએ નવાબંદર મરીન પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી.

યુવાનની લાશનું નિરીક્ષણ કરતા આશરે રપ થી ૩૦ વર્ષનો યુવાન હોવાનું જણાય છે. તેમજ તેમણે બ્લ્યુ કલરનું પેન્ટ અને ગ્રે કલરનું ટીશર્ટ પહેરેલ છે. અને લાશને પોસ્ટમોર્ટમ માટે ઉના હોસ્પીટલે લઇ જઇ વધુ કાર્યવાહી હાથ ધરેલ છે. લાશની ઓળખવીધી ન થતા દિવ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

(12:20 pm IST)