Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેનટોરએ દિવ્યાંગ બાળકોને પિક્ચરની મજા કરાવી જન્મદિવસ ઉજવ્યો

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક દેવેનભાઈ રબારીએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી જેમાં તેઓએ સરકારી સ્કૂલના બાળકો તેમજ દિવ્યાંગ બાળકો અને તેના માતાપિતાને સ્કાય મોલમાં પિક્ચર ની મજા કરાવી હતી અને ભોજન કરાવ્યું હતું
મોરબીમાં જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ કરીને જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવે છે. યંગ ઇન્ડિયા ગ્રુપની આપવાના આનંદની વિચારધારા મુજબ જ ગ્રુપના તમામ સભ્યો પોતાના જન્મદિવસની યાદગાર ઉજવણી કરે છે. ત્યારે આજે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીનો જન્મદિવસ હતો તેમણે પણ યંગ ઇન્ડિયા ગ્રુપની આપવાના આનંદની વિચારધારા મુજબ પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.જેમાં સરકારી સ્કૂલના બાળકો તેમજ મનોવિકલાંગ બાળકો અને તેમના માતા-પિતાને સ્કાય મોલ સિનેમામાં લઈ જઈ ફિલ્મ દર્શાવ્યું હતું સાથેસાથે મનગમતું સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું.

(1:17 am IST)