Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

ઓપન સૌરાષ્ટ્ર બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ગોંડલના યુવાને સૌરાષ્ટ્રશ્રી ૨૦૨૧નો પ્રથમ ખિતાબ મેળવ્યો

મમરાની ફેકટરીમાં મજુરી કામ સાથે જીમ જોઇન્ટ કરી ટ્રેનર તરીકે ફરજ શરૂ કરી હતી

(જીતેન્દ્ર  આચાર્ય  દ્વારા) ગોંડલ,તા. ૨૯ : ગુજરાતીમાં કહેવત છે કે ‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતને ગોંડલના ભગવતપરા માં રહેતા શ્રમિક યુવાન એ યથાર્થ કરી બતાવી છે મમરા ફેક્ટરીમાં મજુરી કામની સાથે સાથે જીમ જોઈન્ટ કરી તેમાં પાવરધા થઈ ટ્રેનર ની ફ્રજ સાથે સાથે ઓપન સૌરાષ્ટ્ર બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ શ્રી ૨૦૨૧ નો ખિતાબ મેળવી ગોંડલ નું ગૌરવ વધાર્યું છે
ભગવતપરા સીદી સોસાયટીમાં રહેતા રજાકભાઈ રમજાનભાઈ મોરી ઉંંમર વર્ષ ૩૨ નામના યુવાને તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ ઓપન સૌરાષ્ટ્ર બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ૭૫ થી ૮૦ કિલો ના વજન કેટેગરી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તેનો પ્રથમ નંબર આવતા ગોંડલ નું ગૌરવ વધવા પામ્યું છે આ માટે આયોજકોએ હાથ, પગ, છાતી સહિતના અવયવોનું નિરીક્ષણ કરાયું હતું આ સ્પર્ધામાં કુલ ૫૧ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો સ્પર્ધાનું આયોજન ડીસ્ટ્રીક બોડીબિલ્ડિંગ ફ્ટિનેસ એસોસિએશન રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યને સફ્ળ બનાવવા અનુરાગ ચૌધરી, વિરલ પટેલ, જીમી ભુવા, વિરેન્દ્રસિંહ જાડેજા, મનોજ બોરીચા, પૂર્વેશ પટેલ, યશપાલ સિંહ ચુડાસમા, કિરીટ વ્યાસ તેમજ જતીન જેઠવા સહિતનાઓએ જહેમત ઉંઠાવી હતી.
ગોંડલના બોડી બિલ્ડર રજાકભાઈ મમરા ની ફેક્ટરીમાં કામ કરતા કરતા શરીર પ્રત્યે પણ તકેદારી રાખતા હતા અને ગુંદાળા દરવાજા પાસે આવેલ જાનકી જીમ જોઈન્ટ કરી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી જેમાં તેઓ પાવરધા થઈ જતા જીમમાં જ ટ્રેનર તરીકે ફ્રજ બજાવવાની શરૂ કરી હતી આ માટે જીમના સંચાલક ડોક્ટર રોશન પટેલ સહિતના મિત્રોએ સાથે સહકાર આપ્યો હતો.

 

(10:29 am IST)