Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

ધ્રોલ શૌર્ય કથામાં ચોથા દિવસે જામ રાવલના ઇતિહાસને જીવંત કરવામાં આવ્યો

જામ રાવલ સૌરાષ્ટ્રમાં આવ્યા અને હિંદુ ધર્મનો મુખ્ય આશ્રય સ્થાન જામનગર છોટીકાશી બન્યું : લૈયારાની રાજપૂત સમાજની દિકરીઓ અદ્ભૂત તલવાર રાસ : નિયમિત ચાર હજાર લોકો આ સમરાંગણ ધરતી પર લઇ રહી છે નિયમિત પ્રસાદ

ધ્રોલ તા. ૨૯ : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ઐતિહાસિક ભુચરમોરી મેદાન ખાતે જયાં ખાંડા ખેલાયા હતા ત્યાં શૌર્ય કથાના સતત ચોથા દિવસે વિશાળ મેદની વચ્ચે જામ રાવલના ખમીરવંતા ઈતિહાસનુ અદભુત ચારણી સાહિત્યની ભાષામાં વર્ણન કરીને જયારે જામરાવલ સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે જામ રાવલ નો સમગ્ર સૌરાષ્ટ્રના ગુજરાત રાજા (અમદાવાદ બાદશાહ સહિત)સામે વિજય અને પરિણામે જામનગર હિંદુ ધર્મનો મુખ્ય આશ્યર્ય સ્થાન 'છોડી કાશી' બન્યું તેનો ઇતિહાસ ઉજાગર કરવામાં આવ્યો હતો.

વધુમાં શૌર્યના સ્થળેથી મળતી વિગત મુજબ લોકસાહિત્યકાર મહિપતસિંહ જાડેજા એ કલાકો સુધી પોતાની આગવી છટાથી રાજપૂતો ની શૌર્ય ગાથા સાથે રાજપૂત ને મરવું પડે પણ માંગે નહીં રાજપુત સૌર્યનુ પ્રતીક છે ત્યારે દેશને વડાપ્રધાન વિદેશી મહેમાનને ગીતા અર્પણ કરવાની ભાવના રાખી તે દેશની સામે નજર કરવાનો દુશ્મન વિચાર પણ ન કરે તેવી આ ભારતીય પાવન ભૂમિ છે અને કિશોર ગોહિલ કે ભાવનગરના ગોહિલ રાજપુત નો ઇતિહાસ ઉજાગર કરીને આગવી શૈલી સૌર્ય કથાનું રસપાન કરાવ્યું હતું..

દરમિયાન આ સૂર્ય કથામાં ધ્રોલના લૈયારા ગામની રાજપૂત સમાજની દિકરીઓ તલવાર રાસ કરાવ્યો હતો અને એક દસ વરસની રાજપૂત સમાજની દીકરી તલવારથી અદભુત આગવી કલા એ સૌકોઈનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને રાજપૂત સમાજના દાતાઓ અને આગેવાનો પણ તેને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ વીર શહીદોની ભૂમિ ઉપર છેલ્લા ચાર દિવસથી ભોજન સમિતિ કન્વીનર સંજયસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, જગ્ય જાડેજા, રાજભા જાડેજા સહિતની તમામ સમાજ વ્યકિત દ્વારા ખડે પગે સેવા આપવાને લીધે ત્રણથી ચાર હજાર નાગરિકો વ્યવસ્થિત નિયમિત ભોજન કરી રહ્યા છે અને સૌર્ય કથાના તમામ રાજપૂત સમાજના યુવાનો પુરા શિસ્ત સાથે મહેમાનોને કોઈ અગવડ ન પડે તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

(10:58 am IST)