Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

પંચાયતની ચૂંટણીના વેરઝેર : કચ્છના ધાણીથર ગામે બે જૂથો વચ્ચે હથિયારો ઉલળ્યા

બંદૂક તાકી ધારિયા, લાકડી, ધોકા વડે મારામારીમાં ૩ ને ઇજા : ૧૯ સામે ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૯ :  ગ્રામ પંચાયતની ચૂંટણી બાદના વેરઝેર અશાંતિનો પલીતો ચાંપે તે પહેલાં ગ્રામજનોએ જાતે જ જાગૃત થઈ એક થવાની જરૂર છે.

કચ્છના રાપર તા.ના ધાણીથર ગામે ગ્રામ પંચાયતની ચુંટણીના વેરઝેર ને પગલે બે જૂથ સામસામે આવી ગયા હતા. ગત અઠવાડિયે મત ગણતરી બાદ બનેલ આ બનાવની સામસામી પોલીસ ફરિયાદ હવે નોંધાઈ છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રવિરાજસિંહ બાપાલાલ જાડેજા સહિત ૭ જણાએ ફરિયાદી નરપતસિંહ સમુભા જાડેજા ઉપર બંદૂક તાકી લાકડી, ધોકા, ધારિયા વડે હુમલો કર્યો હતો. સામે પક્ષે નરેન્દ્રસિંહ બાપાલાલ જાડેજાએ અજુભા સમુભા જાડેજા સહિત ૧૨ જણ સામે કનકસિંહ જાડેજા ઉપર લાકડી વડે માર મારી બંદૂક તાકી હુમલો કરવાની ફરિયાદ લખાવી છે. આ બનાવમાં ૧૯ જણ સામે ફરિયાદ અને ૩ જણ ને ઈજા થઈ છે. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(10:59 am IST)