Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

સારંગખેડા અશ્વ સ્પર્ધામાં જુનાગઢની સિંહણ નામની ઘોડી અવ્વલ

દેશભરના વિવિધ રાજયોમાંથી ૫,૦૦૦થી વધુ અશ્વોએ ભાગ લીધો હતો

મુંબઇ,તા. ૨૯: મહારાષ્ટ્રના સારંગ ખેડામાં અશ્વ સ્પર્ધા યોજાયેલ હતી. સ્પર્ધામાં દેશભરના રાજયોમાંથી ૫,૦૦૦થીવધુ અશ્વોએ ભાગ લીધો હતો. મહારાષ્ટ્રમાં યોજાયેલ અશ્વ સ્પર્ધામાં જૂનાગઢની સિંહણ નામની ઘોડીએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. આ અંગે ઘોડીના માલિકે જણાવ્યું હતું કે ઘોડા એ નવાબી શાસનમાં પ્રવાસ અને લડાઇ માટેનું ઉપયોગી પ્રાણી ગણાતું હતું. હવે પ્રવાસ માટેના મોટર સાઇકલથી લઇ મોટર સુધીના આધુનિક સાધનોના કારણે ઘોડાની રાખ રખાવ અને સાચવણી કોઇ કરતું નથી. પરંતુ મને વર્ષોથી શોખ હોવાના કારણે મે રાડા અશ્વ ફાર્મ બનાવ્યું છે જયાં ૩૫ થી વધુ ઘોડા અને ઘોડી છે.

દરમિયાન હાલમાં મહારાષ્ટ્રના નાંદુરબાર સ્થિત સારંગખેડા ગામમાં અશ્વ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધાનું આયોજન ચેતક ફેસ્ટિવલ દ્વારા કરાયું હતું. આ સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજયોમાંથી ૫,૦૦૦થી વધુ અશ્વોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કાઠીયાવાડી બ્રિડ શોમાં જૂનાગઢની સિંહણ નામની સવાબે વર્ષની ઘોડીએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો અને  આયોજકો દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

(11:54 am IST)