Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

પોરબંદરમાં મધ્ય પ્રદેશથી બાળાને ભગાડીને આવેલ યુવાન ઝડપાયો

પોરબંદર તા. ર૯: મધ્ય પ્રદેશમાંથી બાળાને લલચાવીને ભગાડી જઇને પોરબંદર આવેલ ભૂરસિંહ રેમસિંહ (રે. ઉનાલા એમ.પી.) ને પોલીસે પકડીને કાર્યવાહી કરી છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અક્ષિકશ્રી ડો. રવિ મોહન સૈની ની સુચના હેઠળ ગુમ થયેલા અપહરણ થયેલા બાળકોને શોધી કાઢવા અંગેની સુચના કરેલ હોય. જે અનુસંધાને એલ.સી.બી.ના ઇન્ચાર્જે એલસીબી પીઆઇ એન. એમ. ગઢવીની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મધ્ય પ્રદેશ રાજયના અલીરાજપુર જીલ્લાના નાનપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાનપુર પો. સ્ટે. ગુ.ર.નં. અને કલમ ૩૬૩ મુજબના ગુન્હાના આરોપી તથા ભોગ બનનારની તપાસમાં પોરબંદર આવેલ હોય. જેથી તેઓને એલ.સી.બી. સ્ટાફ મદદમાં ફાળવી એલ.સી.બી. સ્ટાફને મળેલ હકીકત આધારે જરૂરી વોચ ગોઠવી ઉપરોકત ગુન્હાના અપહરણ થયેલ સગીર બાળા તથા આરોપીને વડાળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શોધી કાઢી અપહરણ થયેલ સગીર બાળા તથા આરોપીને મધ્ય પ્રદેશ અલીરાજપુર જીલ્લાના નાનપુર પો. સ્ટે.ના પોલીસ સ્ટાફને સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં પોરબંદર ઇન્ચાર્જ એલસીબી પી.આઇ. એન. એમ. ગઢવી હેડ કોન્સ્ટેબલ જીણાભાઇ કટારા, કેશુભાઇ ગોરાણીયા, હરેશભાઇ આહિર, ઉદયભાઇ વરૂ, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, કુલદિપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ દિલીપભાઇ મોઢવછાડીયા, કરશનભાઇ મોડેદરા તથા મધ્ય પ્રદેશ રાજય નાનપુર પો. સ્ટે.ના પોલીસ સ્ટાફ વિગેરે રોકાયેલ હતા.

(1:14 pm IST)