Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

જામનગરના બાવરીયા ગામે ડો.જીગરસિંહ જાડેજા દ્વારા પોતાના જન્મદિવસે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

તા.૨ જાન્યુઆરીએ દાદા સ્વ.ગગુભા જાડેજાની પુણ્યતિથિ અને પોતના જન્મદિવસે માતૃભૂમિ ખાતે ગિરિરાજ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે યોજનાર કેમ્પમાં નામાંકિત તબીબો સેવા આપશે

રાજકોટ, તા.૨૯: જનની જન્મ ભૂમિશ્વ સ્વર્ગાદપિ ગરીયસી(માં અને માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન છે) સૂત્રને ગિરિરાજ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના રાજકોટના ન્યુરો અને સ્પાઇન સર્જન ડો.જીગરસિંહ જાડેજા સાર્થક કરી રહ્યા છે. ડો. જીગર સિંહ જાડેજા પોતાના જન્મદિવસ અને દાદા સ્વ. ગગુભા કાળુભા જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે અને ગીરીરાજ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે તા ૨-૦૧-૨૨ ને રવિવાર ના રોજ પોતાના વતન જામનગર તાલુકાના બાવરિયા ગામે ગણેશ વિદ્યાલય લોઠિયા ચોકડી, લાલપુર હાઈવે ખાતે સવારે ૯ થી ૧ વાગ્યા સુધી નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કર્યું છે.

આ સર્વ રોગ નિદાન કેમ્પમાં ડો.જિગરસિંહ જાડેજા સાથે ગિરિરાજ હોસ્પિટલના અન્ય અનુભવી સુપરસ્પેશિયાલિસ્ટ ડોકટરોની વિશાળ ટીમ સેવા આપશે. જેમાં પેટ અને આંતરડાના નિષ્ણાંત ડોકટર દેવાંગ ટાંક, થાપા ગોઠણ અને કોમ્પલેક્ષ ટ્રોમાના નિષ્ણાંત ડો. કૃપેન ટેઇલર, ચામડીના નિષ્ણાત ડો.ચેતન લાલસેતા, આંખના રોગના નિષ્ણાત ડો. પીયુષ ઉનડકટ, કિડની પથરી અને પ્રોસ્ટેટના નિષ્ણાત ડો.પાર્થરાજસિંહ જાડેજા,ડાયાબિટીસ ઉધરસ શ્વાસ એલર્જીને લગતી તકલીફોના નિષ્ણાત ડો.રાજેશ મોરી, સાંધા અને સ્નાયુ, વા ના નિષ્ણાંત ડો. ધવલ તન્ના, હૃદય રોગના નિષ્ણાત ડો.મંદિર ટીલાળા, અને કાન નાક ગળાના નિષ્ણાત ડો.ઉમંગ શુકલા સેવા આપશે.

દર્દી દેવો ભવની ભાવના સાથે નાના એવા બાવરિયા ગામમાં નિષ્ણાંત તબીબોની સેવા સમાજના છેવાડાના લોકો સુધી પહોંચવાના પ્રયાસરૂપે ડો.જીગરસિંહ જાડેજાને માદરે વતન બાવરીયા ખાતે આ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વરોગ નિદાન કેમ્પમાં રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સંસદ સભ્ય પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ખાસ ઉપસ્થિત રહેશે. આ નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાના નામ નામ નોંધણી માટે તેમજ વધુ માહિતી માટે મો. નં. ૯૯૦૪૦ ૬૬૬૪૧,૯૯૦૪૦ ૬૬૬૪૨ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે.

(12:55 pm IST)