Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

જામનગરના ભુમાફીયા જયેશ પટેલની ૮ કરોડની જગ્યા સીઝ કરાયા બાદ હજુ વધુ મિલ્કતો ટાંચમાં લેવાઇ તેવી શકયતા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૯ : જામનગરમાં જમીન માફિયા જયેશ પટેલ સામે ગુજસીટોક હેઠળ નોંધાયેલ ફરિયાદને લઈને કાર્યવાહી કરાઈ છે. શહેરના જુદી જુદી જગ્યાએ ૩૫ પ્લોટ સિઝ કરાયા છે. અંદાજે ૮ કરોડની જગ્યા સીઝ કરી છે.

જામનગર શહેર અને જીલ્લામાં એક ક્રાઈમ સીન્ડીકેટ ચલાવતા જયેશ પટેલ અને તેની ગેંગ વિરૂદ્ઘ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરીને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, તો બીજી તરફ જયેશ પટેલ હાલ યુકે જેલમાં છે, જયારે તેના સાગરીતો રાજયની અલગ અલગ જેલમાં છે તો અમુક ફરાર છે, ત્યારે જામનગર પોલીસ વિભાગ દ્વારા પુરાવાઓ એકત્ર કરીને જયેશ પટેલ દ્વારા ખંડણી તરીકે લેવામાં આવેલ પ્લોટો સહિતની મિલકતનું એક લીસ્ટ તૈયાર કરી તેને ટાંચમાં લેવા માટે ગૃહ વિભાગ પાસે મંજુરી માગવામાં આવી હતી તે મંજુરી આવી જતા જામનગર શહેરમાં જયેશ પટેલ અને તેના સાગરીતોને નામે કરેલ ૮ કરોડની અલગ અલગ મિલકત ટાંચમાં લેવાઈ હોવાનું નિવેદન એએસપી નીતેશ પાંડેએ આપ્યું છે અને તેવોએ વધુમાં જણાવ્યું કે આગામી સમયમાં વધુ મિલકતો પણ ટાંચમાં લેવા માટેની કાર્યવાહી પૂર્ણતાને આરે છે.

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલની ૮ કરોડની મિલકતો ટાંચમાં લેવાઈ હજુ વધુ મિલકતો ટાંચમાં લેવાઈ તેવી શકયતાઓ છે.

(12:56 pm IST)