Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

યુવા મિત્ર અભિયાન અંતર્ગત જૂનાગઢના ૧૦૦ થી વધુ યુવાનો ભાજપામાં જોડાયા

 જૂનાગઢ : મહાનગર ખાતે યુવા મિત્ર અભિયાન અંતર્ગત યુવા ભાજપાના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ તથા પ્રદેશના મહામંત્રી નરેશભાઈ દેસાઈ જૂનાગઢ ખાતે પધાર્યા હતા આ દરમ્યાન મહાનગર અધ્યક્ષ  પુનિતભાઈ શર્માની ઉપસ્થિતિમાં ૧૦૦ થી વધુ નવ યુવાનો મોદીજીની વિચારધારા થી પ્રભાવિત થઇ ભાજપામાં જોડાયા હતા. આ પ્રસંગે પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તથા જૂનાગઢના પ્રભારી હાર્દિકસિંહ ડોડીયા, મહાનગર યુવા મોરચાના પ્રમુખ મનન અભાણી, મહામંત્રી વિનસ હદવાની, અભય રીબડીયા, પ્રદેશના સભ્ય હિમાંશુભાઈ ગોરાણીયા, નીતિનભાઈ સુખવાણી  ઉપસ્થિત રહ્યા હતા.

(1:11 pm IST)