Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રાજુલાના ખેરા ગામે માતાના હાથે પુત્રની હત્યા

માનસીક દિવ્યાંગ બહેનને પરેશાન કરતો હોવાથી માતા અને કુટુંબના લોકોએ લાકડીના ઘા મારતા મોત નીપજતા અરેરાટી

રાજુલા-અમરેલી,તા.૩૦: અમરેલી જિલ્લાના ખેરા ગામમાં એક માતાના હાથે પુત્રની હત્યા થઈ હોવાની ચકચારી ઘટના બની હતી. ભાઈ માનસિક અસ્વસ્થ બહેનને હેરાન પરેશાન કરતો હોવાના કારણે માતાએ લકાડી વડે માર મારીને પુત્રની જ હત્યા કરી નાંખી હતી. આ અંગે પીપાવાવ મરીન પોલીસ  ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે અમરેલીના રાજુલાના ખેરા ગામમાં ૩૦ વર્ષીય સવજી શિયાળ પોતાના પરિવાર સાથે રહે છે.તેની માતા દૂધીબેન શિયાળેએ હોળીના તહેવારમાં લાકડી વડે માર મારીને હત્યા કરી નાંખી હતી.

આ અંગે જાણ થતાં પીપાવાવ મરીન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને લાશનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમ મોકલી આપવાની તજવીજ હાથધરી હતી. અને પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાજુલાના ખેરા ગામમાં રહેતા ૩૦ વર્ષીય સવજીભાઈ વિઠલભાઈ શિયાળ નામનો યુવક તેમની માનસિક બીમાર એવી સગી બહેનને હેરાન પરેશાન કરતો હતો અને તેવા સમયે તેમની સગી માતા અને કેટલાક કુટુંબના લોકો દ્વારા લાકડી વડે ગંભીર ઘા માર મારી હત્યા નિપજાવી નાખતા ચકચાર મચી જવા પામી છે

ઘટનાની જાણ થતા પીપાવાવ મરીન પોલીસ સહીત કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. મૃતકની લાશ રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે આ મામલે મૃતક યુવકના પત્નીનું નિવેદન લેવાની કાર્યવાહી હાથધરી છે.

પોલીસે મૃતકની માતા સહિતના સામે ગુન્હો નોંધીને કોરોના ટેસ્ટ બાદ રિમાન્ડની તજવીજ હાથ ધરાશે.

(1:32 pm IST)